એકતાનગરમાં ગુંજશે એકતાનો જયઘોષ : SNIC એકતા દિવસ-2026ની તૈયારીઓ પૂરજોશમાં
દેશભરના 17 ડિરેક્ટોરેટ્સના 205 NCC કેડેટ્સ આ વખતની પરેડમાં સામેલ થશે રાજપીપળા,23 ઓકટોબર (હિ.સ.) રાષ્ટ્રીય એકતા દિવસ-2026ની ઉજવણીને લઈને એકતાનગરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વિશેષ અવસરે સ્ટેચ્યુ ઑફ યુનિટી નજીક આવેલા GNLA, રાજપીપળા ખા
The cry of unity will echo in Ektanagar


The cry of unity will echo in Ektanagar


The cry of unity will echo in Ektanagar


- દેશભરના 17 ડિરેક્ટોરેટ્સના 205 NCC કેડેટ્સ આ વખતની પરેડમાં સામેલ થશે

રાજપીપળા,23 ઓકટોબર (હિ.સ.) રાષ્ટ્રીય એકતા દિવસ-2026ની ઉજવણીને લઈને એકતાનગરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વિશેષ અવસરે સ્ટેચ્યુ ઑફ યુનિટી નજીક આવેલા GNLA, રાજપીપળા ખાતે દેશભરના 205 NCC કેડેટ્સ એકત્રિત થયા છે. 17 ડિરેક્ટોરેટ્સના કેડેટ્સ એક જ ધ્યેય એક ભારત, એક ભાવના અને એકતા સાથે અહીં જોડાયા છે.

પરેડની તૈયારીના ભાગરૂપે કેડેટ્સે વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રથમ પ્રેક્ટિસ કરી હતી.

વિશાળ પ્રતિમાની પૃષ્ઠભૂમિમાં તાલબદ્ધ કદમ, અડગ શિસ્ત અને અદભુત સંકલનનો નજારો જોવા મળી રહ્યો છે. દરેક કેડેટની સચોટ હિલચાલ અને સમૂહમાં દેખાતી એકરૂપતા તેમની મહેનત, સમર્પણ અને ટીમ સ્પીરિટનું પ્રતિબિંબ બની રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની આ

પરેડ માત્ર કવાયત નથી; તે ભારતની વિવિધતામાં વસતી એકતાનું જીવંત પ્રતીક છે. દેશના જુદા જુદા પ્રદેશો, ભાષાઓ અને સંસ્કૃતિઓમાંથી આવેલા કેડેટ્સ અહીં એક જ ગણવેશમાં, એક જ લયમાં આગળ વધી રહ્યા છે. 31મી ઓક્ટોબરે કુલ 205 NCC કેડેટ્સ પૈકી 148 માર્ચપાસ્ટ અને 45 કેડેટ્સ બેન્ડમાં સામેલ રહેશે જ્યારે 12 જેટલા કેડેટસ રિઝર્વમાં રહેશે. તેમની હાજરી રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે અને યુવાનોમાં દેશસેવા, શિસ્ત તથા જવાબદારીનો મજબૂત સંદેશો પણ આપે છે.

“એકતા અને શિસ્ત” NCCનું સૂત્ર છે, અને કેડેટ્સની તાલીમ તથા તેમની શિસ્તબદ્ધ પરેડમાં પણ આ સૂત્ર સાકાર થતું જોવા મળે છે. પ્રેક્ટિસ દરમિયાન તેમની એકાગ્રતા, સમયપાલન અને પરસ્પર સહકાર ખાસ નોંધપાત્ર રહ્યા છે.

હવે આ જ ઉત્સાહ અને ચોકસાઈ સાથે તેઓ રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેવા માટે તૈયાર થઈ રહ્યા છે.

એકતાનગરમાં થનારી આ ઉજવણીમાં NCC કેડેટ્સની પરેડ દેશની એકતા, અખંડિતતા અને યુવા

શક્તિનો ગૌરવપૂર્ણ સંદેશ આપશે. સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાનિધ્યમાં એકતાનગરના આંગણે ગુંજતા તેમના તાલબદ્ધ કદમ જાણે કહી રહ્યા છે, “17 ડિરેક્ટોરેટ્સ, એક રાષ્ટ્ર, એક ભાવના”

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande