
પોરબંદર , 23 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના બોખીરા આવાસ કોલોની માંથી ગુમ થયેલા 15 વર્ષના કિશોરને ઉદ્યોગનગર પોલીસે શોધી કાઢી પરિવારને સોંપ્યો છે.પોલીસની કામગીરીથી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
તા. 20 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં બોખીરા આવાસ કોલોનીમાં રહેતા સનમ હબીબભાઈ સેતા (ઉંમર 15)ને તેની માતાએ
શાળાનું લેશન કરવા જણાવ્યું હતું. આ બાબતે ગુસ્સે થઈ કિશોર કોઈને જાણ કર્યા વગર ઘરેથી જતો રહ્યો હતો.કિશોરને શોધવા ઉદ્યોગ નગરપોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન હ્યુમન સોર્સઅને ટેકનિકલ મદદથી તપાસ કરતાં કિશોર જામનગરમાં રહેતા તેના મામાના ઘરે ગયો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે તેને શોધી કાઢી પરિવારને સોંપ્યો હતો.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાઅને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલા લોકોને શોધવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આ કામગીરી પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. વાળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
કિશોરને શોધવામાં એ.એસ.આઈ.ભાવિનભાઈ પ્રવીણભાઈ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ વિશાલભાઈ રવજીભાઈ સહિત વિજયસિંહ ભોજુભા, ભરતભાઈ નાથાભાઈ, પોલીસ
કોન્સ્ટેબલ વિજયભાઈ જયંતીલાલ, કનકસિંહ પરાક્રમસિંહ અને ભૌતિકભાઈ હરિભાઈએ કામગીરી કરી હતી. પોલીસની આકામગીરી બદલ કિશોરના પરિવારે પોરબંદર પોલીસનો આભાર વ્યક્તકર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya