જામનગરમાં સ્ટેટ જીએસટીની આવકમાં જબરો ઉછાળો: 6 મહિનાની આવક રૂ.2100 કરોડ વટાવી, 31%નો વધારો
જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર રાજ્યવેરા વિભાગ દ્વારા કરચોરી પર અંકુશ, બોગસ બિલિંગ સામે કડક કાર્યવાહી અને વેપારીઓના પ્રશ્નોના ઝડપી નિરાકરણના પરિણામે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં જીએસટી આવકમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે. નાયબ રાજ્યવેરા ક
જીએસટી


જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર રાજ્યવેરા વિભાગ દ્વારા કરચોરી પર અંકુશ, બોગસ બિલિંગ સામે કડક કાર્યવાહી અને વેપારીઓના પ્રશ્નોના ઝડપી નિરાકરણના પરિણામે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં જીએસટી આવકમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે. નાયબ રાજ્યવેરા કમિશનર એચ. આઈ. દેસાઈના જણાવ્યા અનુસાર, ઉત્પાદન અને સેવા ક્ષેત્રે થયેલા આર્થિક સુધારાના લીધે સરકારી તિજોરીની આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

આંકડાકીય વિગતો મુજબ, વર્ષ 2025-26ના એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન જામનગર સ્ટેટ જીએસટી વિભાગની આવક રૂ. 1,665.55 કરોડ હતી. જેની સરખામણીએ વર્ષ 2026-27ના સમાન સમયગાળામાં આવક રૂ. 521.72 કરોડ વધીને રૂ. 2,187.27 કરોડ થઈ છે. આમ, ગત વર્ષના સમાન સમયગાળાની સાપેક્ષમાં કુલ આવકમાં 31.32 ટકાનો નોંધપાત્ર અને સરાહનીય વધારો થયો છે.

બીજી તરફ, વિભાગ દ્વારા બોગસ બિલિંગ અને કરચોરી સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ગેરરીતિમાં સંકળાયેલી 150થી વધુ પેઢીઓની જીએસટી નોંધણી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, રૂ. 500 કરોડથી વધુના કથિત બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સ્થાનિક સ્તરે ઉત્પાદન અને વેચાણ વધવાની સાથે સેવા ક્ષેત્રો જેવા કે હોસ્પિટલ, આર્કિટેક્ટ, સીએ, કન્સલ્ટેશન, ઈવેન્ટ મેનેજમેન્ટ અને સમારંભો પાછળ લોકોના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. નાયબ રાજ્યવેરા કમિશનરના નેતૃત્વ હેઠળ કર વસૂલાતની સાથે જૂની અરજીઓનો ઝડપી નિકાલ અને વેપારી સંગઠનો સાથે સાતત્યપૂર્ણ સંવાદ રાખીને આ ઉત્કૃષ્ટ પરિણામ મેળવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande