



- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતા અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અસભ્ય ટિપ્પણીનો વિરોધ
ગાંધીનગર,26 ઓકટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતા અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલી અસભ્ય અને વિવાદિત ટિપ્પણીને લઈને સમગ્ર દેશ સહિત ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
ત્યારે આજે 26 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદનના વિરોધમાં ગાંધીનગરમાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતા અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અસભ્ય ટિપ્પણીના વિરોધમાં ગાંધીનગરમાં ભાજપા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું
ગાંધીનગરના ઘ-૫ સર્કલથી શહેર કોંગ્રેસ કાર્યાલય સુધી યોજાયું વિરોધ પ્રદર્શન, ઉગ્ર સૂત્રોચ્ચાર દ્વારા કોંગ્રેસ અધ્યક્ષના કૃત્યને વખોડવામાં આવ્યું.
વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ સહ પ્રભારી અજય મહાવરજી, પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. નરેશ દેસાઈ, શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટા પટેલ સહિત ભાજપા આગેવાનો અને કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ