PARAKH કસોટીની તૈયારી માટે પાટણના શિક્ષકોની નવીન પહેલ, ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓને મળશે લાભ
પાટણ, 26 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા વધારવાના હેતુથી ઇનોવેટિવ શિક્ષકોએ મહત્વપૂર્ણ પહેલ કરી છે. PARAKH કસોટીના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે વિષયવાર ક્વિઝ તૈય
PARAKH કસોટીની તૈયારી માટે પાટણના શિક્ષકોની નવીન પહેલ, ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓને મળશે લાભ


પાટણ, 26 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા વધારવાના હેતુથી ઇનોવેટિવ શિક્ષકોએ મહત્વપૂર્ણ પહેલ કરી છે. PARAKH કસોટીના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે વિષયવાર ક્વિઝ તૈયાર કરવામાં આવી છે. આ પહેલથી વિદ્યાર્થીઓને વિવિધ વિષયોમાં પોતાની સમજ, જ્ઞાન અને અભ્યાસની તૈયારીનું મૂલ્યાંકન કરવાની તક મળશે.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણના લેક્ચરર દશરથભાઈ ઓઝાના માર્ગદર્શન હેઠળ આ ક્વિઝ ગૂગલ ફોર્મના માધ્યમથી તૈયાર કરવામાં આવી છે. ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી આ ક્વિઝ વિદ્યાર્થીઓ માટે સરળતાથી ઉપલબ્ધ બની શકે છે. તેના દ્વારા વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ આપીને પોતાની શૈક્ષણિક પ્રગતિ ચકાસી શકશે અને અભ્યાસ દરમિયાન જે વિષયોમાં વધુ મહેનતની જરૂર હોય તે ઓળખી શકશે.

આ વિષયવાર ક્વિઝમાં ગુજરાતી, ગણિત, પર્યાવરણ, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા મહત્વના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરસ્વતી તાલુકાની પી.એમ.શ્રી વામૈયા શાળાના શિક્ષક દિલીપસિંહ ગોહિલે પણ ક્વિઝ તૈયાર કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે. પાટણ જિલ્લાના શિક્ષકોની આ નવીન પહેલ વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રસ વધારવા, વિષયોની સમજ મજબૂત બનાવવા અને PARAKH કસોટીની તૈયારીમાં ઉપયોગી સાબિત થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande