પાટણમાં ‘ચાલ જીવી લઈએ’ ગ્રુપના રાસ-ગરબા મહોત્સવમાં સભ્યોએ માણ્યો પરંપરાગત ગરબાનો આનંદ
પાટણ, 26 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ શહેરમાં શરદ પૂનમના પાવન પર્વ નિમિત્તે ‘ચાલ જીવી લઈએ’ ગ્રુપ દ્વારા રાસ-ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઉમા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમની થીમ ‘માં અમારે આંગણે’ રાખવામાં આવી હતી. મહોત્સ
પાટણમાં ‘ચાલ જીવી લઈએ’ ગ્રુપના રાસ-ગરબા મહોત્સવમાં સભ્યોએ માણ્યો પરંપરાગત ગરબાનો આનંદ


પાટણમાં ‘ચાલ જીવી લઈએ’ ગ્રુપના રાસ-ગરબા મહોત્સવમાં સભ્યોએ માણ્યો પરંપરાગત ગરબાનો આનંદ


પાટણમાં ‘ચાલ જીવી લઈએ’ ગ્રુપના રાસ-ગરબા મહોત્સવમાં સભ્યોએ માણ્યો પરંપરાગત ગરબાનો આનંદ


પાટણમાં ‘ચાલ જીવી લઈએ’ ગ્રુપના રાસ-ગરબા મહોત્સવમાં સભ્યોએ માણ્યો પરંપરાગત ગરબાનો આનંદ


પાટણ, 26 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ શહેરમાં શરદ પૂનમના પાવન પર્વ નિમિત્તે ‘ચાલ જીવી લઈએ’ ગ્રુપ દ્વારા રાસ-ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઉમા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમની થીમ ‘માં અમારે આંગણે’ રાખવામાં આવી હતી. મહોત્સવમાં ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક માહોલ અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતી સાથે કરવામાં આવી હતી. આરતી બાદ ઉપસ્થિત સભ્યો, યુવાનો અને વડીલોએ પરંપરાગત સંગીતના સૂર અને તાલે ગરબા તથા દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી. સૌએ એકસાથે ગરબે ઘૂમીને શરદ પૂનમના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. પરંપરાગત વેશભૂષા અને સંગીતના તાલે યોજાયેલા રાસ-ગરબાએ કાર્યક્રમને વધુ આકર્ષક બનાવ્યો હતો.

આ મહોત્સવ મોડી રાત સુધી ચાલ્યો હતો, જેમાં ગ્રુપના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને ગરબા અને દાંડિયા રાસનો આનંદ માણ્યો હતો. ‘ચાલ જીવી લઈએ’ ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સ્નેહ, એકતા અને સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. શરદ પૂનમના પર્વે યોજાયેલા આ મહોત્સવે ઉપસ્થિત સૌના મનમાં આનંદ અને ઉત્સાહની લાગણી જગાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande