ભાવનગર મંડળમાં ‘સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ થીમ સાથે સતર્કતા જાગરૂકતા સપ્તાહ-2026નો પ્રારંભ
ભાવનગર 26 ઓક્ટોબર (હિ.સ.) ભારત સરકારના નિર્દેશ અનુસાર સમગ્ર ભારતમાં તા. 17 ઓગસ્ટ, 2026થી 16 નવેમ્બર, 2026 સુધીના ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન ‘સતર્કતા જાગરૂકતા અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તા. 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર, 2026 સ
ભાવનગર મંડળમાં ‘સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ થીમ સાથે સતર્કતા જાગરૂકતા સપ્તાહ-2026નો પ્રારંભ


ભાવનગર 26 ઓક્ટોબર (હિ.સ.)

ભારત સરકારના નિર્દેશ અનુસાર સમગ્ર ભારતમાં તા. 17 ઓગસ્ટ, 2026થી 16 નવેમ્બર, 2026 સુધીના ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન ‘સતર્કતા જાગરૂકતા અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તા. 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર, 2026 સુધી ‘સતર્કતા જાગરૂકતા સપ્તાહ’ મનાવવામાં આવી રહ્યું છે. આ વર્ષના સપ્તાહની થીમ ‘સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ (Probity to Prosperity) રાખવામાં આવી છે.

સતર્કતા જાગરૂકતા સપ્તાહનો પ્રારંભ તા. 26 ઓક્ટોબર, 2026ના રોજ ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક (DRM) શ્રી દિનેશ વર્મા દ્વારા મંડળ કચેરીના પરિસરમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને સત્યનિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા. તેમજ પોતાની કામગીરીમાં પ્રામાણિકતા, પારદર્શિતા, નિષ્પક્ષતા અને નૈતિક મૂલ્યોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો સંકલ્પ કરાવ્યો હતો.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓમાં સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને પારદર્શિતાના મહત્ત્વ અંગે જાગરૂકતા વધારવાનો તથા કાર્યપ્રણાલીમાં નૈતિક મૂલ્યો અને જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. આ અભિયાન દ્વારા તમામ કર્મચારીઓને પોતાની ફરજો સંપૂર્ણ નિષ્ઠા સાથે બજાવવા તેમજ નિયમો અને કાયદાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

સતર્કતા જાગરૂકતા સપ્તાહ અંતર્ગત ભાવનગર મંડળમાં સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ જાગરૂકતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં નિબંધ સ્પર્ધાઓ, વ્યાખ્યાનો, પરિસંવાદો તેમજ ડિજિટલ માધ્યમો દ્વારા સતર્કતા અને નૈતિક આચરણ સંબંધિત સંદેશાઓનો પ્રસાર સામેલ છે. આ પ્રવૃત્તિઓ દ્વારા કર્મચારીઓને ભ્રષ્ટાચાર પ્રત્યે સજાગ રહેવા તથા પારદર્શક અને જવાબદાર કાર્યસંસ્કૃતિ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પ્રસંગે મંડળ કચેરીના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સતર્કતા જાગરૂકતા સપ્તાહનો મુખ્ય સંદેશ એ છે કે સત્યનિષ્ઠા અને પારદર્શિતા સુશાસનના પાયાના સ્તંભો છે. સતર્કતા માત્ર કોઈ એક વિભાગની જવાબદારી નથી, પરંતુ દરેક અધિકારી, કર્મચારી અને નાગરિકની સહિયારી જવાબદારી છે. સામૂહિક સહભાગિતા અને નૈતિક પ્રતિબદ્ધતા દ્વારા જ પારદર્શક, જવાબદાર અને ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થા તરફ આગળ વધી શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande