નેત્રંગના કાંટીપાડા ગામે, એલસીબીએ ઘરમાં સંતાડેલો 3.16 લાખથીનો વિદેશી દારૂ જપ્ત કર્યો
દિપક વસાવા અને રીતેશ વસાવા વિરુદ્ધ પ્રોહિબીશનનો ગુનો દાખલ બંને વોન્ટેડ 1858 વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન સાથે લાખોનો મુદામાલ કબજે બુટલેગરોનો કારસો નિષ્ફળ પોલીસ તાલુકામાં વધુ રેડ કરે તે જરૂરી ભરૂચ 26 ઓક્ટોબર (હિ.સ.) ભરૂચ જિલ્લામાં અસામ
નેત્રંગના કાંટીપાડા ગામે એલસીબીએ ઘરમાં સંતાડેલો 3.16 લાખથીનો વિદેશી દારૂ જપ્ત કર્યો


દિપક વસાવા અને રીતેશ વસાવા વિરુદ્ધ પ્રોહિબીશનનો ગુનો દાખલ બંને વોન્ટેડ

1858 વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન સાથે લાખોનો મુદામાલ કબજે

બુટલેગરોનો કારસો નિષ્ફળ પોલીસ તાલુકામાં વધુ રેડ કરે તે જરૂરી

ભરૂચ 26 ઓક્ટોબર (હિ.સ.)

ભરૂચ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂ-જુગારના અડ્ડાઓ નેસ્તનાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારના કાંટીપાડા ગામે નિશાળ ફળિયામાં બાતમીના આધારે દરોડા પાડીને પોલીસે મકાનમાં સંતાડી રાખવામાં આવેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, જેના કારણે બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તથા પ્રોહિબિશનની બિનકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમો સતત કાર્યરત છે. આ દરમિયાન ગઈકાલે નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી એલસીબી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાંટીપાડા ગામે રેડ કરી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

ગઈકાલે એલસીબી ટીમના પીએસઆઈ વી.પી.મલ્હોત્રા અને તેમની ટીમ નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે કાંટીપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા દિપકભાઈ ઇન્દુભાઈ વસાવાએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના ઘરે તથા આજુબાજુના ઘરોમાં સંતાડી રાખી છૂટક વેચાણ કરે છે.

આ બાતમીના આધારે પોલીસે કાંટીપાડા ગામે નિશાળ ફળિયા ખાતે પહોંચી દિપક વસાવા અને આજુબાજુના ઘરોમાં સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રીતેશ વસાવાના ઘરમાં સંતાડી રાખેલ પ્રતિબંધિત વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

વિવિધ પ્રકારની વિદેશી દારૂની કાચની નાની-મોટી બોટલો તથા બીયરના ટીન 1858 જેની કુલ કિંમત 3.16 લાખની છે.

જેમાં દિપક વસાવા કાંટીપાડા નિશાળ ફળિયું અને રીતેશ વસાવા કાંટીપાડા નિશાળ ફળિયું, તા. નેત્રંગને પોલીસે ઉપરોક્ત બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો હેઠળ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande