સુરતમાં જીતુ ચાઇનીઝ સામે ખંડણીની ફરિયાદ, બે વેપારીઓ પાસેથી બળજબરીથી રૂપિયા વસૂલ્યાનો આરોપ
સુરત, 26 ઓક્ટોબર (હિ.સ.): સુરતના ગોડાદરા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલાના બનાવ બાદ જીતુ યાદવ ઉર્ફે જીતુ ચાઇનીઝની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સ્થાનિક વેપારીઓને ધમકાવીને હપ્તા વસૂલવાના આક્ષેપ સાથે બે વેપારીઓએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધા
Extortion complaint filed against


સુરત, 26 ઓક્ટોબર (હિ.સ.): સુરતના ગોડાદરા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલાના બનાવ બાદ જીતુ યાદવ ઉર્ફે જીતુ ચાઇનીઝની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સ્થાનિક વેપારીઓને ધમકાવીને હપ્તા વસૂલવાના આક્ષેપ સાથે બે વેપારીઓએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે જીતુ ચાઇનીઝ અને તેના સાગરીતો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફરિયાદ મુજબ, સોમેશ્વર પાર્કમાં રાધાજી નાસ્તા સેન્ટર ચલાવતા ઉદયકુમાર દાસ પાસે 18મી તારીખે ₹5,000ની માંગણી કરવામાં આવી હતી. વેપારીએ રૂપિયા ન આપતાં 21મીએ ત્રણ શખ્સો દુકાને પહોંચ્યા અને ધમકી આપીને ₹5,000 વસૂલ્યા હોવાનો આરોપ છે. આ ઉપરાંત, નજીકમાં આવેલી જશવંત સ્વીટ એન્ડ ડેરીના માલિક બિરબર રાજનટ પાસેથી પણ આરોપીઓએ રાત્રિના સમયે ₹1,500 પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આ અગાઉ ગત 18મીની રાત્રે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ આઝાદસિંહ સૂર્યભાનસિંહ પરિવાર સાથે ખાટુ શ્યામ મંદિર જવા માટે ઓટોરિક્ષામાં નીકળ્યા હતા. રસ્તામાં રિક્ષાને લઈને થયેલી બોલાચાલી દરમિયાન બાઇક પર આવેલા જીતુ યાદવના પુત્રએ કોન્સ્ટેબલ પર હુમલો કરી તેમનું માથું ફોડી નાખ્યું હોવાનો આરોપ છે. આ બનાવમાં જીતુ યાદવ અને તેના પરિવારજનો સામે ગુનો નોંધાયા બાદ હવે વેપારીઓની ખંડણી સંબંધિત ફરિયાદથી મામલો વધુ ગંભીર બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande