



પોરબંદર, 26 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર શહેર ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારીના માર્ગદર્શન હેઠળ તથા શહેર ભાજપ પ્રમુખ લક્કીરાજસિંહ વાળાની અધ્યક્ષતામાં શહેરના વિવિધ
વોર્ડમાં શક્તિકેન્દ્રોની બેઠકો યોજવામાં આવી
હતી.
આ બેઠકોમાં શહેરના ઇન્ચાર્જ અને ભાજપના શહેર મહામંત્રી નરેન્દ્રભાઈ કાણકિયા તેમજ સહ-ઇન્ચાર્જ અને શહેર
ભાજપ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલની દેખરેખ
હેઠળ સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા કરવામાં
આવી હતી. પક્ષની વિવિધ પ્રવૃત્તિઓ અંગે
ચર્ચા-વિચારણા સાથે આગામી કાર્યક્રમોના આયોજન અને
સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં
આવ્યું હતું.
શહેરના અલગ-અલગ વોર્ડમાં યોજાયેલી બેઠકોમાં ભાજપના સંગઠનને વધુ સક્રિયઅને મજબૂત બનાવવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનોએ કાર્યકરોને સંગઠનની કામગીરી, પક્ષની પ્રવૃત્તિઓ અને આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
દરેક
શક્તિકેન્દ્ર પર સંબંધિત કોર્પોરેટરો અને
શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યુંહતું. આ બેઠકોમાં સંબંધિત
શક્તિકેન્દ્ર હેઠળના વિસ્તારોમાં રહેતા ભાજપના
કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya