પોરબંદરમાં મેડિકલ સ્ટોરમાંથી રૂ.16 હજારની ચોરી
પોરબંદર , 26 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર શહેરના જૂના ફુવારાથી રેલવે સ્ટેશન તરફ જતા યુગાન્ડા રોડ પર આવેલી વિશાલ મેડિકલ નામની દુકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનનું શટર વચ્ચેથી વાળીને ઊંચું કરી અંદર પ્રવેશેલા તસ્કરો રોકડા રૂ.8 હજાર
પોરબંદરમાં મેડિકલ સ્ટોરમાંથી રૂ.16 હજારની ચોરી


પોરબંદર , 26 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર શહેરના જૂના ફુવારાથી રેલવે સ્ટેશન તરફ જતા યુગાન્ડા રોડ પર આવેલી વિશાલ મેડિકલ નામની દુકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનનું શટર વચ્ચેથી વાળીને ઊંચું કરી અંદર

પ્રવેશેલા તસ્કરો રોકડા રૂ.8 હજાર અને રૂ.8 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂ.16 હજારનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા.પોલીસ ફરિયાદ મુજબ, કોઈ અજાણ્યા શખ્સે દુકાનના શટરને વચ્ચેથી બેવડું વાળી

ઊંચું કર્યું હતું. ત્યારબાદ દુકાનમાં

ગેરકાયદે પ્રવેશ કરી રોકડ રકમ અને મોબાઇલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે શૈલેશભાઈ મનસુખભાઇ દલસાણિયાની ફરિયાદના આધારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે નોંધવામાં આવ્યો છે. પોલીસે ચોરીના બનાવ અંગે વધુત પાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande