પોરબંદરની વિવિધ કોલેજોમાં મતદાર યાદી સુધારણા અને મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયા
પોરબંદર, 26 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મતદાર યાદીના સતત સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજાનારી ખાસ ઝુંબેશ અંગે યુવા મતદારોમાં જાગૃતિ લાવવાના હેતુથી સ્વીપ ટીમ, પોરબંદર દ્વારા જિલ્લાની
પોરબંદરની  વિવિધ  કોલેજોમાં  મતદાર  યાદી  સુધારણા   અને  મતદાર  જાગૃતિ  કાર્યક્રમ  યોજાયા.


પોરબંદરની  વિવિધ  કોલેજોમાં  મતદાર  યાદી  સુધારણા   અને  મતદાર  જાગૃતિ  કાર્યક્રમ  યોજાયા.


પોરબંદરની  વિવિધ  કોલેજોમાં  મતદાર  યાદી  સુધારણા   અને  મતદાર  જાગૃતિ  કાર્યક્રમ  યોજાયા.


પોરબંદર, 26 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના

માર્ગદર્શન હેઠળ મતદાર યાદીના સતત સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજાનારી ખાસ ઝુંબેશ

અંગે યુવા મતદારોમાં જાગૃતિ લાવવાના હેતુથી સ્વીપ ટીમ, પોરબંદર દ્વારા જિલ્લાની વિવિધ

કોલેજોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમો દરમિયાન

વિદ્યાર્થીઓને મતદાર તરીકેની નોંધણી, મતદાર યાદીમાં જરૂરી સુધારા તેમજ ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ મતદાર સેવાઓ

અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ, છાયા, વી. જે. મોઢા કોલેજ, પોરબંદર, આર. જી. ટીચર્સ કોલેજ, પોરબંદર તથા ડૉ. વી. આર. ગોઢાણીયા

બી.એડ. કોલેજ, પોરબંદર ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમો

યોજીને વિદ્યાર્થીઓને મતદાર યાદી સુધારણા અને મતદાર તરીકેની જાગૃતિ અંગે માહિતગાર

કરવામાં આવ્યા હતા.

સ્વીપ અભિયાનના નોડલ ઓફિસર વી. કે. પરમારના

માર્ગદર્શન હેઠળ ડૉ. જિગ્નેશભાઈ પ્રશ્નાણી અને ગૌરાંગભાઈ પોપટ દ્વારા યોજાયેલા

વ્યાખ્યાનોમાં વિદ્યાર્થીઓને મતદાર તરીકેના અધિકારો અને જવાબદારીઓ અંગે સમજ

આપવામાં આવી હતી. ખાસ કરીને 18વર્ષ પૂર્ણ કરનાર પાત્ર યુવાનોને મતદાર તરીકે નોંધણી

કરાવવા, મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસવા તેમજ

નામ, સરનામું અને અન્ય વિગતોમાં જરૂરી

સુધારા કરાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, ECINET એપ્લિકેશન અને પોર્ટલના માધ્યમથી મતદાર યાદીમાં પોતાનું નામ અને અન્ય

વિગતોની ચકાસણી કરવા તેમજ જરૂરી સુધારા માટેની પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી

હતી. ડિજિટલ માધ્યમો દ્વારા મતદાર સેવાઓનો સરળતાથી ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ

સમજાવવામાં આવ્યું હતું. મતદાર નોંધણી અને મતદાર યાદી સંબંધિત પ્રક્રિયાઓને વધુ

સરળતાથી સમજાવવા માટે ઉપયોગી માર્ગદર્શક વિડિયો પણ દર્શાવવામાં આવ્યા હતા.

*સ્વીપ ટીમ, પોરબંદરની નાગરિકોને અપીલ*

સ્વીપ ટીમ, પોરબંદર દ્વારા યુવા મતદારો, વિદ્યાર્થીઓ સહિત તમામ નાગરિકોને પોતાની મતદાર યાદીમાં નામ છે કે

નહીં તેની અવશ્ય ચકાસણી કરવા અપીલ કરવામાં આવી છે. 18 વર્ષ પૂર્ણ કરનાર અને મતદાર

તરીકે નોંધણી માટે પાત્ર યુવાનોને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા તેમજ નામ, સરનામું કે અન્ય વિગતોમાં સુધારો જરૂરી

હોય તો નિયત પ્રક્રિયા મુજબ સુધારો કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

મતદાર યાદીના સતત સુધારણા કાર્યક્રમ અંતર્ગત

યોજાનારી ખાસ ઝુંબેશનો લાભ લેવા માટે નાગરિકો પોતાના સંબંધિત મતદાન મથકના બૂથ લેવલ

ઓફિસર (BLO)નો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, ECINET એપ્લિકેશન અને પોર્ટલ મારફતે ઉપલબ્ધ

મતદાર સેવાઓનો ઉપયોગ કરીને પણ જરૂરી માહિતી મેળવી શકે છે.

દરેક વિદ્યાર્થી અને યુવા મતદારને જાગૃત મતદાર

બનવા ઉપરાંત પોતાના પરિવારજનો અને મિત્રોને પણ મતદાર યાદીમાં નામની ચકાસણી કરવા

પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ માર્ગદર્શક વિડિયો અને મતદાર જાગૃતિનાં

પોસ્ટર વોટ્સએપ સહિતનાં વિવિધ માધ્યમો દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા

અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈપણ પાત્ર નાગરિક મતદાર નોંધણીથી વંચિત ન રહે અને દરેક

નાગરિક પોતાના મતાધિકાર પ્રત્યે જાગૃત બને તે માટે સૌને સહયોગ આપવા અપીલ કરવામાં

આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વીપ

અભિયાનના નોડલ ઓફિસર વી. કે. પરમાર, સંદીપ સોની સહિત સ્વીપ ટીમના સભ્યોએ વિશેષ જહેમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande