ગોંડલની તાલુકા શાળાના મેદાનમાં ખુલ્લેઆમ વર્લી મટકાનો જુગાર રમતા 11 શખસોને ઝડપી લેવાયા
રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લાના ગોંડલ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી તાલુકા શાળાના જાહેર મેદાનમાં રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન જાહેરમાં વર્લી ફિચરના આંકડાનો નસીબ આધારીત જુગાર રમાડી રહેલા અને રમી રહેલા શખ્સોને ઝડપી
વરલી મટકાના આંકડા નો જુગાર


રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લાના ગોંડલ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી તાલુકા શાળાના જાહેર મેદાનમાં રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન જાહેરમાં વર્લી ફિચરના આંકડાનો નસીબ આધારીત જુગાર રમાડી રહેલા અને રમી રહેલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આ કાર્યવાહીમાં રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ મુદ્દામાલ કબ્જે કરીને ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.

રાજકો જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામી દેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના ભાગરૂપે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને હ્યુમન સોર્સના માધ્યમથી બાતમી મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી.

મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ બી.સી. મિયાત્રા તથા સ્ટાફના કર્મચારીઓ દ્વારા ગોંડલના ભુવનેશ્વર મંદિર સામે આવેલી કનૈયા પાનની દુકાન પાછળ તાલુકા શાળાના મેદાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ઇકબાલ ઉર્ફે ઘોડી વાલાભાઇ મતવા અને આમદ ખીરાણી પોતાના માણસો મારફતે જાહેરમાં વર્લી ફિચરના આંકડા લઇને જુગાર રમાડી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી પૈસાની લેતીદેતી કરી રહેલા ઈસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૧,૫૨,૩၀၀ અને ૧૧ નંગ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા, જેની કુલ કિંમત રૂ. ૨,૨૩,૮૦૦ થાય છે. આ કેસમાં સંડોવાયેલા જગદીશ હરેશભાઇ ગયનાણી, જયદિપ ઉર્ફે બાડો લીંબાભાઇ વોરા, મુનાફ ઉર્ફે મુનો ઇસ્માઇલભાઇ બ્લોચ, મજીદ ઓસમાણભાઇ સેતા, વસીમ અબ્દુલશા શાહમદાર, વિપુલ ખેંગારભાઇ ગોલતર, અશરફ કરીમભાઇ જલવાણી, રોનકઅલી આમદઅલી ત્રિવેદી, મહમદભાઇ બચુભાઇ ચુડાસમા અને નાથાભાઇ થોભણભાઇ ચાંદેલાની ધરપકડ કરવામાં આવી છે.

આ પ્રકરણમાં ફરાર અને હાજર નહીં મળી આવેલ અન્ય શખ્સો જેમાં રમજાન બેલીમ, ઇકબાલ ઉર્ફે ઘોડી વાલાભાઇ મતવા, આમદ ખીરાણી સહિત કુલ ૧૫ આરોપીઓ સામે ગોંડલ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની ધોરણસરની અટકાયત અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande