પોરબંદર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ
પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત 24મો હપ્તો જારી કરવાની ઉજવણીના ભાગરૂપે આગામી તા. 30/10/2026ના રોજ પીએમ કિસાન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન,
પોરબંદર  જિલ્લા  કલેક્ટરની  અધ્યક્ષતામાં  પીએમ  કિસાન  ઉત્સવની  ઉજવણીના  આયોજન  અંગે  બેઠક  યોજાઈ.


પોરબંદર  જિલ્લા  કલેક્ટરની  અધ્યક્ષતામાં  પીએમ  કિસાન  ઉત્સવની  ઉજવણીના  આયોજન  અંગે  બેઠક  યોજાઈ.


પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત 24મો હપ્તો જારી કરવાની ઉજવણીના ભાગરૂપે

આગામી તા. 30/10/2026ના રોજ પીએમ કિસાન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ

કાર્યક્રમના સુચારુ આયોજન,

અસરકારક અમલીકરણ અને જરૂરી પૂર્વ

તૈયારીઓની સમીક્ષા કરવાના હેતુથી પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રી એસ.ડી. ધાનાણીની

અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

પીએમ કિસાન ઉત્સવ કાર્યક્રમ તા.30 ઓક્ટોબરના

રોજ જિલ્લા પંચાયતની સીટ દીઠ બે કાર્યકમો

એમ કુલ 36 કાર્યક્રમ અને એક જિલ્લા કક્ષાનોકાર્યક્રમ ભાદર આઈ માતાજીના મંદિરે રાતીયા ખાતે યોજાશે બેઠક દરમિયાન જિલ્લા

કલેક્ટરએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને કાર્યક્રમના સુચારુ આયોજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમો,બેઠક વ્યવસ્થા, કાર્યક્રમનું વડાપ્રધાનનું લાઇવ

પ્રસારણ માટે જરૂરી વ્યવસ્થાઓ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપી

હતી.

ગાંધીનગર ખાતેથી પીએમ કિસાન ઉત્સવ અને

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના આયોજન અન્વયે નાયબ મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીની

અધ્યક્ષતામાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી

સહિતના અધિકારીઓ જોડાયા હતા અને કાર્યક્રમના સુચારુ આયોજન અંગે જરૂરી માર્ગદર્શન

મેળવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર ટી.સી.

તીરથાણી, નિવાસી અધિક કલેક્ટર એ.ડી. મિયાત્રા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક રેખાબા

સરવૈયા,જિલ્લા જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.એ.ત્રિવેદી

સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande