પોરબંદર ચોપાટી પરથી 12 વર્ષની બાળકીનું અપહરણ
પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર શહેરના ચોપાટી રોડ પર રિલાયન્સ ફુવારા નજીક ફૂટપાથ પર રહેતા પરિવારની 12 વર્ષીય સગીર બાળકીનું અપહરણ થયાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુત પાસ હાથ ધરી છે. પોલી
પોરબંદર ચોપાટી પરથી 12 વર્ષની બાળકીનું અપહરણ


પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર શહેરના ચોપાટી રોડ પર રિલાયન્સ ફુવારા નજીક ફૂટપાથ પર રહેતા પરિવારની 12 વર્ષીય સગીર બાળકીનું અપહરણ થયાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુત પાસ હાથ ધરી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મૂળ જૂનાગઢના ગાંધીગ્રામ સીંધી સોસાયટીના રહેવાસી અને હાલ પોરબંદર ચોપાટી ફૂટપાથ પર રહેતા 43 વર્ષિય રિક્ષાચાલકે તેમની

પુત્રી (ઉંમર 12 વર્ષ)નું અપહરણ થયું હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ, અજાણ્યો વ્યક્તિ બાળકીને લલચાવી-ફોસલાવી અપહરણકરી ગયો, આ અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી બાળકીની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande