રાજકોટમાં વિપક્ષના વિરોધમાં ભાજપ દ્વારા વિશાળ પદયાત્રા યોજાઈ : સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં નેતાઓ-કાર્યકરો ઉપસ્થિત રહ્યા
રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે ભાજપ દ્વારા ''લોકતંત્ર બચાવો-અરાજકતા હટાવો'' અભિયાન અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ હતી. વિપક્ષ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પરિવાર સામે કરાયેલી અભદ્ર ટિપ્પણીઓ તથા ચૂંટણી પંચ અને
ભાજપની અરાજકતા હટાઓ રેલી


રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે ભાજપ દ્વારા 'લોકતંત્ર બચાવો-અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ હતી. વિપક્ષ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પરિવાર સામે કરાયેલી અભદ્ર ટિપ્પણીઓ તથા ચૂંટણી પંચ અને સરકાર વિરુદ્ધ ફેલાવાતી ભ્રામક માહિતીના વિરોધમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

અગાઉ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ દિલ્હી ખાતે પાણીની સ્થિતિ અંગેની બેઠકના કારણે તેમનો રાજકોટનો પ્રવાસ રદ્દ થયો હતો. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં આ અભિયાન આગળ વધારાયું હતું. યાત્રા પૂર્વે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવે સહિતના હોદ્દેદારોએ કોંગ્રેસની માનસિકતા અને અરાજકતા ફેલાવવાના પ્રયાસો પર પ્રહારો કર્યા હતા.

આ પદયાત્રા બહુમાળી ચોક ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી સભા યોજાયા બાદ શરૂ થઈ હતી. ત્યારબાદ તે જિલ્લા પંચાયત ચોક, સર્વેશ્વર ચોક, રામકૃષ્ણ આશ્રમ અને માલવીયા ચોક થઈને ત્રિકોણબાગ ખાતે પૂર્ણ થઈ હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, નિમુબેન બાંભણિયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ સૌરાષ્ટ્રના 50થી વધુ ધારાસભ્યો અને 10થી વધુ સાંસદો હાજર રહ્યા હતા.

ભાજપના આ અભિયાનને સાધુ-સંતો,

બૌદ્ધિક નાગરિકો, વકીલો, ડૉક્ટરો, ઉદ્યોગપતિઓ, વેપારી એસોસિએશનો અને શૈક્ષણિક સંસ્થાઓનું વ્યાપક સમર્થન મળ્યું હતું. બહુમાળી ભવનથી ત્રિકોણબાગ સુધીના માર્ગ પર વિશાળ જનમેદની ઉમટી પડી હતી. યાત્રાને પગલે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, જેના કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande