રાજકોટમાં જીવલેણ ખાડાએ લીધો વધુ એકનો ભોગ: નવી કોર્ટ પાસે બાઇક સ્લિપ થતાં યુવકનું મોત
રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ શહેરમાં બિસ્માર રસ્તાઓ અને જીવલેણ ખાડાઓ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે, ત્યારે નવી કોર્ટ પાસે બાઇક સ્લિપ થતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટ
આપઘાત મોત


રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ શહેરમાં બિસ્માર રસ્તાઓ અને જીવલેણ ખાડાઓ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે, ત્યારે નવી કોર્ટ પાસે બાઇક સ્લિપ થતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, 150 ફૂટ રીંગ રોડ પર એજી ચોક પાસે રહેતા જતીન પ્રફુલભાઈ જાની પોતાનું બાઇક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન નવી કોર્ટ બિલ્ડિંગ પાસે 80 ફૂટ રોડ નજીક તેમનું બાઇક અચાનક એક ઊંડા ખાડામાં ઉતરી ગયું હતું. ખાડાને કારણે બાઇક પરથી કાબૂ ગુમાવતા તેઓ રોડ પર પટકાયા હતા, જેથી માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. મૃતક જતીનભાઈ બજાજ ફાઇનાન્સ કંપનીમાં લોન વિભાગમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવી પરિવારને આર્થિક સહાય પૂરી પાડતા હતા. તેમના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે સામાન્ય નોકરી કરી ગુજરાન ચલાવે છે, જેથી ઘરના એકમાત્ર કમાતા દીકરાના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ કરુણ ઘટનાને પગલે શહેરમાં ખરાબ રસ્તાઓ માટે જવાબદાર તંત્ર સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સક્ષમ અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે અવારનવાર માસૂમ નાગરિકોએ જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે, જેથી વહેલી તકે જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande