રાજકોટમાં ફૂડ વિભાગના દરોડા: માધાપર ચોકડી પાસેથી 800 કિલો સડેલા હક્કા નુડલ્સનો જથ્થો ઝડપાયો
રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં હાથ ધરવામાં આવેલી સઘન ચેકિંગ ડ્રાઇવ દરમિયાન બાળકોના પ્રિય એવા હક્કા નુડલ્સનું ઉત્પાદન કરતા એક એકમમાંથી આશરે 800 કિલો જેટલો વાસી અને સડેલો જથ્થો ઝડપાઇ આવતા ભારે ચકચાર મચી જ
સડેલા હક્કા નૂડલ્સ


રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં હાથ ધરવામાં આવેલી સઘન ચેકિંગ ડ્રાઇવ દરમિયાન બાળકોના પ્રિય એવા હક્કા નુડલ્સનું ઉત્પાદન કરતા એક એકમમાંથી આશરે 800 કિલો જેટલો વાસી અને સડેલો જથ્થો ઝડપાઇ આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ જોખમી માલનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

ફૂડ વિભાગની ટીમે માધાપર ચોકડી પાસે આવેલા યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ધમધમતી 'ભારતી ફૂડ્સ એન્ડ બેવરેજીસ' નામની ફેક્ટરી પર અચાનક દરોડો પાડ્યો હતો. આ ઉત્પાદન એકમમાં નુડલ્સ તૈયાર કરીને તેની ખુલ્લામાં સૂકવણી કરવામાં આવતી હતી અને ત્યારબાદ તેને કોથળીઓમાં પેક કરીને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રેંકડી તેમજ નાની હોટલ-રેસ્ટોરન્ટવાળાને જથ્થાબંધ વેચાણ કરાતું હતું. અસ્વચ્છ અને જોખમી પરિસ્થિતિમાં સંગ્રહિત થયેલો આ માલ ખાવાથી નાગરિકો અને ખાસ કરીને બાળકો ગંભીર બીમારીનો ભોગ બની શકે તેમ હતા.

આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન ફૂડ શાખાએ માત્ર માધાપર ચોકડી જ નહીં, પરંતુ કાલાવડ રોડ પર આવેલ 'ધ વ્હાઇટ ફ્યુમ્સ કાફે'માંથી વાસી ફૂડ આઈટમો તથા પરાબજારમાંથી અખાદ્ય દાઝિયું તેલ સહિત કુલ 841 કિલો જેટલો અખાદ્ય જથ્થો જપ્ત કરી નાશ કર્યો હતો. અનિયમિતતાઓ અને ગંદકી બદલ પાંચ જેટલી પેઢીઓને નોટિસ ફટકારી કુલ રૂ.12500 નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા કોટક શેરીના ભરત ફરસાણ, કિસાનપરાની રેસ્ટોરન્ટ તેમજ મિનરલ વોટર યુનિટ સહિત વિવિધ ખાણીપીણીની દુકાનોમાંથી કુલ ૬ જેટલા ખાદ્યપદાર્થોના શંકાસ્પદ નમૂનાઓ એકત્રિત કરીને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. સત્યસાઈ મેઈન રોડ સહિતના વિસ્તારોમાં આવેલી અસંખ્ય દુકાનોમાં ચેકિંગ હાથ ધરી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કડક કાર્યવાહીના સંકેતો આપવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande