ગોંડલના ચોરડી નજીકથી રૂ.35.79 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
રાજકોટ,27 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ગોંડલ તાલુકાના ચોરડી ગામની સીમમાં આવે
વિદેશી દારૂનો જથ્થો


રાજકોટ,27 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ગોંડલ તાલુકાના ચોરડી ગામની સીમમાં આવેલ ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં રેડ પાડીને ત્રણ વાહનોમાંથી થતું વિદેશી દારૂનું ચાલુ કટીંગ પકડી પાડ્યું છે. આ સફળ કામગીરી દરમિયાન પોલીસે કુલ રૂપિયા ૫૫,૮૯,૩૩૬/- નો મુદામાલ જપ્ત કરીને દારૂબંધીના કાયદા હેઠળ ગણનાપાત્ર ગુનો શોધી કાઢ્યો છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગઈકાલે સોમવારે એલ.સી.બી. પી.આઇ. જે.પી.રાવની આગેવાનીમાં પી.એસ.આઇ. એચ.સી.ગોહીલ, કે.એમ.ચાવડા, આર.વી.ભીમાણી, પી.એન.ભરવાડ એલ.સી.બી. શાખાના સ્ટાફના કર્મચારીઓ ગોંડલ ડીવીઝન વિસ્તારમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ ખાનગી અને ચોક્કસ બાતમીના આધારે ચોરડી ગામની સીમમાં આવેલા ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-૧ ની અંદર શ્યામ સ્પાઇસ કારખાનાની બાજુમાં અવાવરૂ જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે ત્રણ અલગ-અલગ વાહનોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનું કટીંગ ચાલી રહ્યું હતું, જેને પોલીસે સ્થળ પરથી પકડી પાડી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે પાડેલા દરોડા દરમિયાન સ્થળ પરથી રૂ.૩૫,૭૯,૩૩૬/- ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪૧૪ પેટીઓમાંથી કુલ ૪,૯૮૬ બોટલો મળી આવી હતી. આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા વાહનોમાં રૂ. ૧૦,૦૦,૦૦૦/- ની કિંમતનું આઇસર જીજે 02 ઝેડઝેડ 9518, રૂ.૫,૦૦,૦૦૦/- ની કિંમતની અશોક લેલન દોસ્ત ગાડી જીજે 36 ટી 5255 અને રૂ. ૫,૦૦,૦૦૦/- ની કિંમતની ટોયોટા અર્બન ક્રુઝર ફોરવ્હીલ જીજે 03 એમઈ 3650 તથા રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના ૨ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૫૫,૮૯,૩૩૬/- નો મુદામાલ જપ્ત કર્યો છે.

આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે દારૂનો જથ્થો મંગાવી કટીંગ કરાવનાર સોહિલ સલીમભાઇ મડમ (રહે. ચોરડી, તા. ગોંડલ, જી. રાજકોટ) નું નામ સામે આવ્યું છે. આ સિવાય આઇસર ગાડીના ચાલક/માલિક (જે દારૂનો જથ્થો લઈ આવ્યો હતો), અશોક લેલન અને અર્બન ક્રુઝર ગાડીઓના ચાલક/માલિકો (જે દારૂનો જથ્થો લેવા આવ્યા હતા) તથા વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande