ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધામાં આર્યકન્યા ગુરુકુળની દીકરીઓનો દબદબો
પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં આર્યકન્યા ગુરુકુળ ગુજરાતી માધ્યમની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું. અન્ડર-14, અન્ડર-17 અને ઓપન એજ કેટેગરીમાં દીકરી
ખેલમહાકું ભની  કરાટે  સ્પર્ધામાં  આર્યકન્યા ગુરુકુળની  દીકરીઓનો  દબદબો.


ખેલમહાકું ભની  કરાટે  સ્પર્ધામાં  આર્યકન્યા ગુરુકુળની  દીકરીઓનો  દબદબો.


પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં આર્યકન્યા ગુરુકુળ ગુજરાતી માધ્યમની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન

કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું. અન્ડર-14, અન્ડર-17 અને ઓપન એજ કેટેગરીમાં દીકરીઓએ વિવિધ વજન વર્ગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યાં હતાં. આ તમામ વિદ્યાર્થિનીઓ રાજ્યકક્ષાની સ્પર્ધા

માટે પસંદ થઈ છે.અન્ડર-14 કેટેગરીમાં નિયતી બેલા (24-26 કિગ્રા), મિનલ ઠાકર (42- 46 કિગ્રા), ખ્યાતિ મઘડા (50 કિગ્રાથીવધુ) અને કૃષા વંશ (30-34 કિગ્રા)એ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ધ્રુવી કણજારિયાએ (32-36 કિગ્રા) દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.આરતી શામળા દ્વિતીય અને સંજીતા ખુંટી તૃતીય સ્થાને રહી હતી.અન્ડર-17 કેટેગરીમાં પ્રિયા ઓડેદરા, સિદ્ધિ ધોરડા,

આરતી મોઢવાડિયા, હસ્તી ઠાકર અને કૌશા સોલંકીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વંદના વાજા, ન્યાસા રાતીયા, કિરણ ઓડેદરા, રિતિકા ગોરાણિયા, ક્રિષ્ના ગોઢાણિયા અને વિશ્વા ગોઢાણિયાએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે મીરાલી મોઢવાડિયા અને હેત્વી રાયકુંડલિયાએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. ઓપન એજ કેટેગરીમાં બંસરી પરમાર, વિભૂતિ ખેર, નિશિતાખેર, ભક્તિ દત્તાણી અને વૈદેહી પુરોહિતે પોતપોતાના વજન વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. શાળા

દ્વારા અભ્યાસની સાથે રમતગમત અને સ્વરક્ષણની તાલીમને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે.આ સફળતા બદલ ટ્રસ્ટી જુહીચાવલા મહેતા, કમલબેન મહેતા, ઉમાબેન મહેતા, સેક્રેટરી સુરેશ કોઠારીઅને યોગેશ શાહે કોચ ઉર્મિલાબેન ખરા, નિરાલીબેન ઓડેદરા તથા તમામ વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યાંહતાં. આચાર્ય ડૉ. રંજના મજીઠિયાએઆ માહિતી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande