જૂનાગઢમાં નિરાધાર વૃદ્ધ અને આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ માટે હયાતીની ખરાઈ (KYC) કરાવવી ફરજિયાત
જૂનાગઢ, 27 ઓક્ટોબર (હિ.સ.) : મામલતદાર કચેરી, જૂનાગઢ (શહેર) ખાતે સરકારની નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઈન્દિરાગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતા જૂનાગઢ(શહેર)નાં લાભાર્થીઓની ભારત સરકાર દ્વારા BSA (Beneficiary S
જૂનાગઢમાં નિરાધાર વૃદ્ધ અને આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ માટે હયાતીની ખરાઈ (KYC) કરાવવી ફરજિયાત


જૂનાગઢ, 27 ઓક્ટોબર (હિ.સ.) : મામલતદાર કચેરી, જૂનાગઢ (શહેર) ખાતે સરકારની નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઈન્દિરાગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતા જૂનાગઢ(શહેર)નાં લાભાર્થીઓની ભારત સરકાર દ્વારા BSA (Beneficiary Satyapan Application) તૈયાર કરવામાં આવેલ એપ્લિકેશનમાં હયાતીની ખરાઈ કરવાની ઝુંબેશના ભાગરૂપે કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

જૂનાગઢ(શહેર) તાલુકામાંથી ઉપરોક્ત સહાય મેળવતા તમામ લાભાર્થીઓને ભારત સરકાર દ્વારા BSA (Beneficiary Satyapan Application) તૈયાર કરવામાં આવેલ એપ્લિકેશનમાં હયાતીની ખરાઈ (KYC) કરવી ફરજિયાત છે. જેથી જૂનાગઢ(શહેર) તાલુકાનાં ઉક્ત સહાયનાં તમામ લાભાર્થીઓએ હયાતીની ખરાઈ (KYC) કરવાનાં કામે મામલતદાર કચેરી, જૂનાગઢ(શહેર), સહાય શાખા, ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નં. ૧૫ તાલુકા સેવાસદન, જૂનાગઢ ખાતે તથા સમાજ સુરક્ષા કચેરી, બહુમાળી ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, સરદારબાગ, જૂનાગઢની કચેરી ખાતે લાભાર્થી પોતે રૂબરૂ હાજર રહી આધારકાર્ડ તથા મોબાઈલ (ઓ.ટી.પી.માટે) સાથે લઈ દિન:-૦૭(સાત)માં કચેરીનાં કામકાજનો દિવસો દરમિયાન હયાતીની ખરાઈ (KYC) ફરજિયાત કરાવવાની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande