
પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : ખોવાયેલા મોબાઇલ ફોન શોધીને મૂળ માલિકોને પરત સોંપવાની કામગીરીના ભાગરૂપે
રાણાવાવ પોલીસે રૂ.82,499ની કિંમતના ચાર મોબાઇલ ફોન શોધી કાઢીને અરજદારોને પરત સોંપ્યા
હતા.પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’
કાર્યક્રમ અંતર્ગત આ કામગીરી કરવામાં આવી હતી.
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર
જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની
સૂચના અને માર્ગદર્શન હેઠળ ખોવાયેલા મોબાઇલ
શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રાણાવા વવિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી.સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી.
ડાંગર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.વી. મોરી
સહિતના સ્ટાફે કામગીરી કરી હતી. પોલીસે CEIR પોર્ટલની મદદથી ચાર મોબાઇલ શોધી કાઢ્યા હતા.
જેમાં નાગકા પ્લોટ, છાયા-પોરબંદરના રામ રાણાભાઈ લીંબોળાનો રૂ. 7,500ની કિંમતનો ટેક્નો સ્પાર્ક મોબાઇલ, ભોદ ગામના રાજુભાઈ ભવાનીનો રૂ.40,000નો વનપ્લસ મોબાઇલ, રાણાવાવના જીગ્નેશ અરવિંદભાઈ કોરીંગાનો રૂ. 14,999નો રિયલમી નાર્ઝો મોબાઇલ અને રાણાવાવના રોહિતકુમાર નદાણીયાનો રૂ.20,000ની કિંમતનો વિવો મોબાઇલ પરત સોંપવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી.ડાંગર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.વી. મોરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.પી. ઝાલા, બી.જે.દાસા, એ.કે. લવવા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઈ, સરમણ દેવાયતભાઈ, જયમલસામતભાઈ, ભરત કાનાભાઈ અને આઇ.ટી.એક્સપર્ટ જેઠાભાઈ દેવાયતભાઈ જોડાયા હતા.પોલીસે ટેક્નોલોજીની મદદથી શોધેલા
મોબાઇલ મૂળ માલિકોને પરત સોંપતાં અરજદારોને
રાહત મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya