જામનગર પંથકમાં આપઘાતના વધુ ત્રણ બનાવ
જામનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેર-જીલ્લામાં આપઘાતના વધુ ૩ બનાવ પોલીસ ચોપડે જાહેર થયા છે જેમાં મેઘપર ગામમાં કામ ધંધો ચાલતો ન હોય જેથી મુંજાયેલા યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે, જયારે સિકકામાં યુવતિએ ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લધી
આપઘાત મોત


જામનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેર-જીલ્લામાં આપઘાતના વધુ ૩ બનાવ પોલીસ ચોપડે જાહેર થયા છે જેમાં મેઘપર ગામમાં કામ ધંધો ચાલતો ન હોય જેથી મુંજાયેલા યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે, જયારે સિકકામાં યુવતિએ ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લધી છે અને જામજોધપુર વિસ્તારમાં ભાયાવદરના દુકાનદારે ઝેરી દવા પી મોત મીઠુ કરી લીધુ છે. ઉપરાંત હાપા રેલ્વે કોલોનીમાં યુવાનના આપઘાત પ્રકરણમાં મનમાં લાગી આવતા પગલુ ભર્યાનું પોલીસ ચોપડે નોંધાયુ છે.

જોડિયા તાલુકાના મેઘપર ગામમાં રહેતા પ્રવિણ જીવરાજભાઇ રાઠોડ (ઉ.વ.૪૧) નામના યુવાનને છેલ્લા થોડા દિવસથી કામ ધંધો ચાલતો ન હોય જેના કારણે મુંજાયેલા રહેતા હતા, દરમ્યાન ગત તા. ૯ના રોજ પોતાના ઘરની બહાર શેરીમાં ઝેરી દવા પી લેતા ૧૦૮ મારફત સારવાર અર્થે પ્રથમ જોડિયા સરકારી હોસ્પીટલ અને ત્યાંથી વધુ સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં ફરજ પરના તબીબે તપાસી મરણગયાનું જણાવ્યુ હતું.

આ અંગે મૃતકના પિતા જીવરાજ ગોવિંદભાઇ રાઠોડ દ્વારા જોડિયા પોલીસમાં ગઇકાલે જાણ કરવામાં આવી હતી, બનાવના કારણે પરિવારમાં શોકની લાગતી ફેલાઇ ગઇ છે.

અન્ય બનાવમાં સિકકાની રાધાસ્વામી સોસાયટીમાં રહેતી લક્ષ્મીકુમારી નરેન્દ્રકુમાર વરણ (ઉ.વ.૨૦) નામની યુવતિએ રહેણાંક મકાને ગત તા. ૨૫ના રોજ બારી સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ નિપજયુ હતું આ અંગે વાલજીભાઇ વરણ દ્વારા સિકકા પોલીસ સ્ટેશનમાં ગઇકાલે જાણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત હાલ નાના મૌવા સિલ્વર ગોલ્ડ રેસીડેન્સી ખાતે રહેતા અને મુળ ભાયાવદરના પાનની દુકાનના વેપારી અશ્ર્વીનભાઇ મગનભાઇ માકડીયા (ઉ.વ.૬૪) નામના વૃઘ્ધે ગઇકાલે સિદસર ગામે કોઇપણ અગમ્ય કારણસર પોતાની મેળે ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજયુ હતું, આ અંગે શનીભાઇ માકડીયા દ્વારા જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ દ્વારા કયા કારણસર વૃઘ્ધે આ પગલુ ભર્યુ એ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.

વધુ એક બનાવમાં જામનગરના હાપા રેલ્વે કોલોનીમાં રહેતા રવિચંદ્ર પ્રકાશભાઇ કોટાઇ (ઉ.વ.૩૦) નામના યુવાનને છેલ્લા દોઢેક મહિનાથી રેલ્વેમાં નોકરી પરથી સસ્પેન્ડ હોય અને થોડા સમયથી ગુમસુમ રહેતો હતો જેથી મનમાં લાગી આવતા ગત તા. ૨૪ના રેલ્વે કોલોની કવાર્ટર નં. ૨૪-એ રૂમમાં પંખાના હુંકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ નિપજયુ હતું આ અંગે વિરમગામ ખાતે રહેતા કાજલબેન એભલભાઇ કરપડાએ પંચકોશી-એમાં જાણ કરી હતી જેના આધારે એએસઆઇ એસ.જી. જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande