રાજકોટ રેલવે સ્ટેશન પરથી રૂ.૪.૩૭ લાખના ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા
રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ રેલવે સ્ટેશન પરથી રૂ.૪,૮૭,૦૫૦ની કિંમતના ૮.૭૫૦ કિલોગ્રામ ગાંજા સાથે બિહારના શૈલેન્દ્રસિંહ અને મોરબીના આરિફ નામના બે શખ્સોને રેલવે પોલીસે ઝડપી પાડ્યા છે. દિવાળી તહેવારોના અનુસંધાનમાં યુવાધન નશાના રવાડે ન ચડે તે માટ
ગાંજા સાથે ઝડપાયેલા બે શખસ


રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ રેલવે સ્ટેશન પરથી રૂ.૪,૮૭,૦૫૦ની કિંમતના ૮.૭૫૦ કિલોગ્રામ ગાંજા સાથે બિહારના શૈલેન્દ્રસિંહ અને મોરબીના આરિફ નામના બે શખ્સોને રેલવે પોલીસે ઝડપી પાડ્યા છે. દિવાળી તહેવારોના અનુસંધાનમાં યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે 'સે નો ટુ ડ્રગ્સ' અભિયાન અંતર્ગત આ સફળ કાર્યવાહી કરવામાં આવી હતી.

રલવે પોલીસ અધિક્ષક અને વિભાગીય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે પ્લેટફોર્મ નંબર ૧/બી જામનગર તરફના છેડા પાસેથી આરોપીઓ શૈલેન્દ્રકુમાર ધરમવિર કુશવાહા (રહે. બિહાર, હાલ મોરબી) અને આરિફ આલમશા સાયદ (રહે. મોરબી) ને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી આરિફ વિરુદ્ધ અગાઉ જૂનાગઢ અને મોરબી વિસ્તારમાં ખૂનના પ્રયાસ, પ્રોહિબિશન તથા એનડીપીએસ એક્ટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલા શખ્સો પાસેથી ૮.૭૫૦ કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો કિંમત રૂ. ૪,૩૭,૪૦૦, બે મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૪,૮૭,૦૫૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એફએસએલ અધિકારી દ્વારા માદક પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર મામલે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની વધુ તપાસ પીએસઆઈ કે.યુ. વાળા ચલાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande