
- ટુંક સમયમાં આઇપીએસ જગદીશ પટેલનો વારો
ગાંધીનગર,27 ઓકટોબર (હિ.સ.) ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓ વિરુદ્ધહમાં રાજ્યસર્કરની ઝીરો ટોલરસન્સ નીતિન ભાગ રૂપે આજે ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓના આરોપોનો સામનો કરી રહેલા અધિકારીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ વધુ બે સિનિયર ગુજરાત વહીવટી સેવાના અધિકારીઓને સમય પહેલાં નિવૃત્ત કરવામાં આવ્યા છે.
જેમાં ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સોસાયટી , ગાંધીનગરના જોઈન્ટ કમિશનર ડી.આઈ. ભગલાણી અને સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર જે.એમ.તુવરનો સમાવેશ થાય છે. આ બંને અધિકારીઓ ગેસ ના સિનિયર સ્કેલના અધિકારીઓ છે.
આ ઉપરાંત, ભૂતકાળમાં અમરેલીમાં ડીએસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા આઇપીએસ અધિકારી જગદીશ પટેલને પણ સમય પહેલાં નિવૃત્ત કરવાની પ્રક્રિયાના ભાગરૂપે નોટિસ આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
સરકારના નિર્ણય મુજબ ડી.આઈ. ભગલાણી અને જે.એમ. તુવરને તેમની નિયમિત નિવૃત્તિની ઉંમર પહેલાં જ સરકારી સેવામુક્ત કરવામાં આવ્યા છે. જે.એમ. તુવર સામે કચ્છમાં ફરજ દરમિયાન ગેરરીતિઓના સંદર્ભમાં કાર્યવાહી થયેલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગુજરાતમાં બિટકોઇન કૌભાંડને કારણે, ચર્ચામાં આવેલા આઇપીએસ અધિકારી જગદીશ પટેલને પણ ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ નોટિસ આપવામાં આવી હોવાની માહિતી છે.
વર્ષ 2017-18 દરમિયાન અમરેલીમાં ડીએસપી તરીકે ફરજ બજાવતા સમયે બિટકોઇન સંબંધિત કેસમાં તેમનું નામ સામે આવ્યું હતું. આ પ્રકરણમાં અગાઉ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સરકારી સેવામાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.
આ કેસમાં તત્કાલીન ધારાસભ્ય સહિત 14 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
હવે જગદીશ પટેલને સમય પહેલાં નિવૃત્ત કરવાની દિશામાં નોટિસ અપાઈ હોવાનું જાણવા મળે છે. તેઓ IPS કેડરના અધિકારી હોવાથી તેમની સામેની અંતિમ કાર્યવાહી કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળ આવશે કે કેમ, તે સંબંધિત સત્તાવાર પ્રક્રિયા અને આદેશથી સ્પષ્ટ થશે.
ગુજરાતમાં અગાઉ IAS અધિકારીઓ કે. રાજેશ અને ગૌરવ દહિયા સામે પણ સમય પહેલાં નિવૃત્તિ સંબંધિત કાર્યવાહી થઈ ચૂકી છે. હવે વધુ બે GAS અધિકારીઓ સામે પગલાં લેવાતાં વહીવટી તંત્રમાં આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ