મણિપુરમાં ઉગ્રવાદી સંગઠન આરપીએફ/પીએલએનો કેડર ઝડપાયો
ઇમ્ફાલ, નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.) મણિપુરમાં ઉગ્રવાદીઓ અને માદક પદાર્થો વિરુદ્ધ પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોનું સંયુક્ત અભિયાન સતત ચાલુ છે. આ જ કડીમાં ઇમ્ફાલ ઇસ્ટ જિલ્લામાંથી એક ઉગ્રવાદીની ધરપકડ કરવામાં આવી છે. મણિપુર પોલીસ મુખ્યાલય દ્વારા
ઝડપાયેલ ઉગ્રવાદી


ઇમ્ફાલ, નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.) મણિપુરમાં ઉગ્રવાદીઓ અને માદક પદાર્થો વિરુદ્ધ પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોનું સંયુક્ત અભિયાન સતત ચાલુ છે. આ જ કડીમાં ઇમ્ફાલ ઇસ્ટ જિલ્લામાંથી એક ઉગ્રવાદીની ધરપકડ કરવામાં આવી છે.

મણિપુર પોલીસ મુખ્યાલય દ્વારા ગત મધ્યરાત્રિએ જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, મંગળવારે સીડીઓ/ઇમ્ફાલ ઇસ્ટ પોલીસ અને 28મી આસામ રાઇફલ્સની સંયુક્ત ટીમે અભિયાન ચલાવીને એક ઉગ્રવાદીની ધરપકડ કરી.

સુરક્ષા દળોએ ઇમ્ફાલ ઇસ્ટના સાવોંબુંગ ખુનજાઓમાંથી ઉગ્રવાદી સંગઠન આરપીએફ/પીએલએના એક સક્રિય કેડર, મોઇરાંગથેમ અદિતા સિંહ ઉર્ફે ટોટો (20)ની ધરપકડ કરી. તે ઇમ્ફાલ ઇસ્ટના લમલાઇ અવાંગ લીકાઇ નિવાસી એમ. પ્રેમાનંદા સિંહનો પુત્ર હોવાનું જણાવાયું છે.

પોલીસે આ સંબંધમાં પ્રાથમિકી (એફઆઈઆર) નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખી છે.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande