ત્રિચી હવાઈ મથકે વન્યજીવ તસ્કરીનો પ્રયાસ નિષ્ફળ, 45 જીવંત સરિસૃપ જપ્ત, બેની ધરપકડ
નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.) મહેસૂલ ગુપ્તચર નિર્દેશાલય (ડીઆરઆઈ) એ તમિલનાડુના ત્રિચી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે વન્યજીવ તસ્કરીનો પ્રયાસ નિષ્ફળ બનાવતા 45 જીવંત સરિસૃપ જપ્ત કર્યા છે. આ મામલે બે ભારતીય મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. આ મુસાફરો 26 ઓક્ટોબ
વન્યજીવો


નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.) મહેસૂલ ગુપ્તચર નિર્દેશાલય (ડીઆરઆઈ) એ તમિલનાડુના ત્રિચી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે વન્યજીવ તસ્કરીનો પ્રયાસ નિષ્ફળ બનાવતા 45 જીવંત સરિસૃપ જપ્ત કર્યા છે. આ મામલે બે ભારતીય મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. આ મુસાફરો 26 ઓક્ટોબરે કોલંબોના રસ્તે બેંગકોકથી ભારત પહોંચ્યા હતા. સરિસૃપોને ખાવાના 27 પેકેટમાં છુપાવીને લાવવામાં આવી રહ્યા હતા. તપાસમાં તમામ જીવો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.

નાણા મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, ડીઆરઆઈએ ત્રિચી હવાઈ મથકની સીમા શુલ્ક ગુપ્તચર એકમ (એઆઈયુ) સાથે મળીને ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી. મુસાફરોના સામાનની વ્યવસ્થિત તપાસ દરમિયાન સરિસૃપ જપ્ત કરવામાં આવ્યા.

જપ્ત કરાયેલા સરિસૃપોમાં, 23 કોર્ન સ્નેક, 16 બોલ પાઇથન, પાંચ આર્જેન્ટિની બ્લેક એન્ડ વ્હાઇટ ટેગુ અને એક સ્નો વ્હાઇટ ઇગુઆનાનો સમાવેશ થાય છે. સીમા શુલ્ક અધિનિયમ, 1962 ની જોગવાઈઓ હેઠળ એઆઈયુએ બંને મુસાફરોની ધરપકડ કરી. જપ્ત કરાયેલા વન્યજીવોને આગળની જરૂરી કાર્યવાહી માટે એઆઈયુ, ત્રિચીને સોંપવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande