પાટણમાં પ્રવીણ તોગડિયાની હાજરીમાં રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય મહિલા પરિષદ કાર્યકરોની બેઠક યોજાઈ, 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો બનાવવાનો સંકલ્પ.
પાટણ, 03 ઓક્ટોબર (હિ.સ.)પાટણના સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વિનીના કાર્યકરોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંગઠનના વિવિધ કાર્
પાટણમાં પ્રવીણ તોગડિયાની હાજરીમાં રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય મહિલા પરિષદ  કાર્યકરોની બેઠક યોજાઈ, 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો બનાવવાનો સંકલ્પ.

પાટણમાં પ્રવીણ તોગડિયાની હાજરીમાં રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય મહિલા પરિષદ  કાર્યકરોની બેઠક યોજાઈ, 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો બનાવવાનો સંકલ્પ.

પાટણ, 03 ઓક્ટોબર (હિ.સ.)પાટણના સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વિનીના કાર્યકરોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંગઠનના વિવિધ કાર્યો તેમજ આગામી આયોજનો અંગે કાર્યકરોને માહિતી આપી હતી.

પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે દેશના દરેક ગામ, શહેર અને કોલોનીમાં મંગળવાર તથા શનિવારે હનુમાન ચાલીસાના પાઠ થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ 30 હજાર જેટલા કેન્દ્રો કાર્યરત છે અને આગામી સમયમાં આ સંખ્યા વધારીને 1 લાખ કેન્દ્રો સુધી પહોંચાડવાનો સંકલ્પ છે. આ કેન્દ્રો દ્વારા મંત્ર, ધર્મ, રોગમુક્તિ અને ચિંતામુક્તિ અંગેનું શિક્ષણ આપવામાં આવશે.

આ ઉપરાંત હિન્દુ હેલ્પલાઈન 02066803300ના માધ્યમથી હિન્દુ સમાજને વિવિધ પ્રકારની સહાય અને તાલીમ આપવાની માહિતી આપવામાં આવી હતી. તેમાં મફત અનાજ, ડોક્ટર અને એડવોકેટની સેવા, બાળકોની યાદશક્તિ તાલીમ તેમજ મહિલા સુરક્ષા સહિતની સહાયનો સમાવેશ થાય છે. આસો નવરાત્રિ દરમિયાન અષ્ટમીના દિવસે શસ્ત્ર પૂજન અને કન્યા પૂજનનું આયોજન પણ કરવામાં આવશે. બેઠક બાદ પ્રવીણ તોગડિયાએ ભરતભાઈ પ્રજાપતિના ઘરે મુલાકાત લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande