જૂનાગઢ શહેરમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું ધારાસભ્ય ભગવાન કરગઠીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
જુનાગઢ, 03 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ શહેર, મેંદરડા અને બાંટવા નગરપાલિકા ખાતે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા પ્
શહેરમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું ધારાસભ્ય  ભગવાનજીભાઈ કરગઠીયાના હસ્તે લોકાર્પણ


જુનાગઢ, 03 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ શહેર, મેંદરડા અને બાંટવા નગરપાલિકા ખાતે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા પ્રોજેક્ટસ, એગ્રિકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી અને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સી.એમ.પાર્ક, જૂનાગઢ શહેર ખાતે કરવામાં આવ્યું હતું.

આ તકે ગાંધીનગર ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેનું લાઈવ પ્રસારણ ઉપસ્થિત સર્વેએ નિહાળ્યું હતું. રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ કરતા શ્રેષ્ઠ ખેડૂતોનું બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ નવી નિમણુંક પામેલા સર્વેને નિમણુંક પત્રોનું વિતરણ, પ્રાકૃતિક કૃષિના વેચાણ કેન્દ્રોનું ઈ લોકાર્પણ, ખેતીવાડી અને બાગાયત વિભાગની સહાયલક્ષી જાણકારી આપતી માહિતી પુસ્તિકાનું વિમોચન અને કૃષિ વિભાગના એન્યુઅલ એક્શન પ્લાનનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડૂતો માટે પ્રેરણાદાયી ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, આજના આધુનિક અને ઝડપી જીવનશૈલીનો યુગ છે. તેમાં દરેકના ઘરે ઘરે માંદગીનો ખાટલો જોવા મળે છે. ત્યારે ઝેરી રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના સતત ઉપયોગથી જમીનની સાથે માણસોનું સ્વાસ્થ્ય પણ કથળી ગયું છે. તેથી પ્રાકૃતિક કૃષિના ઉપયોગથી જ આપણું સ્વાસ્થ્ય બચી શકે તેમ છે. પ્રાકૃતિક કૃષિ એ જ અત્યારે એક માત્ર ઉપાય જણાય છે.

જૂનાગઢ શહેર કક્ષાના કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સી.એમ. પાર્ક, મોતીબાગ રોડ ઉપર સ્થિત પ્રાકૃતિક વેચાણ કેન્દ્રનું લોકાર્પણ મંચસ્થ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ હાટ દર મંગળવારે અને શુક્રવારે ચાલુ રહેશે.

આ તકે બાગાયત વિભાગ, કૃષિ વિભાગ જૂનાગઢના અધિકારીગણ, કર્મચારીગણ, લાભાર્થીઓ, પ્રાકૃતિક કૃષિનું વેચાણ કરતા ખેડૂતો સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો, નાગરિકો હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande