ઘર છોડીને નીકળી ગયેલી માતાને અભયમની મદદ, માતા-પુત્ર વચ્ચે સુખદ સમાધાન
પોરબંદર, 03 ઓક્ટોબર (હિ.સ.) રાણાવાવ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં કૌટુંબિક વિવાદથી કંટાળેલી મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગી હતી. કોલ મળતાં જ અભયમ ટીમ સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરી સમગ્ર મામલો સમજ્યો હતો. મહિલાએ
ઘર છોડીને નીકળી ગયેલી માતાને અભયમની મદદ, માતા-પુત્ર વચ્ચે સુખદ સમાધાન


પોરબંદર, 03 ઓક્ટોબર (હિ.સ.) રાણાવાવ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં કૌટુંબિક વિવાદથી કંટાળેલી મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગી હતી. કોલ મળતાં જ અભયમ ટીમ સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરી સમગ્ર મામલો સમજ્યો હતો.

મહિલાએ જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલાં તેના પુત્રના લગ્ન થયા બાદ પરિવાર સંયુક્ત રીતે રહેતો હતો. પુત્રવધૂના કારણે ઊભી થતી આર્થિક અને ઘર કામને લગતી બાબતોને લઈને અવારનવાર માતા-પુત્ર વચ્ચે બોલાચાલી થતી હતી.આ દરમિયાન પુત્ર દ્વારા માતાને ઘર છોડવા માટે કહેવામાં આવતું હોવાથી અંતે મહિલા ઘર છોડીને નીકળી ગઈ હતી.પરંતુ પરિવાર વિખેરાઈ જવાની ચિંતા સાથે મહિલાએ પુત્રને સમજાવી પરિવારને ફરી એકસાથે લાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

અભયમ ટીમે માતા અને પુત્ર બંનેનું કાઉન્સેલિંગ કરી પરસ્પર સમજણ, નૈતિક અને સામાજિક જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.કાઉન્સેલિંગ દરમિયાન પુત્રએ પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન નહીં થાય તેવી બાંહેધરી આપી હતી.બંને વચ્ચે સમાધાન થતાં પરિવાર ફરી સુખદ રીતે સાથે રહેવા સંમત થયો હતો.

આ રીતે 181 અભયમ ટીમની સમયસરની મધ્યસ્થીથી કૌટુંબિક વિવાદનું સુખદ નિરાકરણ આવ્યું હતું. અંતે મહિલાએ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande