રાજકોટ સોની બજારમાં રૂ.૩૦.૯૦ લાખના સોનાની છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ
રાજકોટ, 03 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના સોની બજારમાં ૧૮ કેરેટ સોનાના દાગીના બનાવડાવી તેની સામે ૨૪ કેરેટ ફાઇન સોનું પરત ન આપી રૂ.૩૦.૯૦ લાખની છેતરપિંડી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પેરોલ ફર્લો સ્ક્વોડે
ધરપકડ


રાજકોટ, 03 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના સોની બજારમાં ૧૮ કેરેટ સોનાના દાગીના બનાવડાવી તેની સામે ૨૪ કેરેટ ફાઇન સોનું પરત ન આપી રૂ.૩૦.૯૦ લાખની છેતરપિંડી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પેરોલ ફર્લો સ્ક્વોડે નાસતા ફરતા મુખ્ય આરોપી ચિંતન પાટડીયાને સુરેન્દ્રનગરના લીંબડી ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોની કામ કરતા અલ્ફાજુદીન શેખ અને સુરજઅલી શેખને જૂની ગંધીવાડ સ્થિત 'રીયા ગોલ્ડ' નામની દુકાન ધરાવતા કિરીટ સોની, મિલન પાટડીયા અને ચિંતન પાટડીયાએ ૧૮ કેરેટ સોનાની વીંટીઓ, બાલી અને બ્રેસલેટ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. શરૂઆતમાં સમયસર ચૂકવણું કરી વિશ્વાસ કેળવ્યા બાદ, આરોપીઓએ અલ્ફાજુદીન પાસેથી ૧૭૮.૭૮૦ ગ્રામ ફાઇન સોના સામે ૧૦૦ ગ્રામ સોનું આપ્યું હતું અને ૭૮.૭૮૦ ગ્રામ (કિંમત રૂ.૧૨.૪૪ લાખ) સોનું બાકી રાખ્યું હતું.

આ જ રીતે આરોપીઓએ બીજા વેપારી સુરજઅલી પાસે ૩૧૦.૬૭૦ ગ્રામ ફાઇન સોનાના હિસાબ સામે ૧૯૩.૭૮૦ ગ્રામ સોનું આપ્યું હતું અને ૧૧૬.૮૯૦ ગ્રામ (કિંમત રૂ.૧૮.૪૬ લાખ) સોનું બાકી રાખ્યું હતું. આમ બંને વેપારીઓનું કુલ ૧૯૫.૬૭૦ ગ્રામ ફાઇન સોનું, જેની બજાર કિંમત રૂ.૩૦.૯૦ લાખ થાય છે, તે પરત આપ્યું ન હતું. બાકી સોનું માગતા આરોપીઓએ અમદાવાદ રેલવે પોલીસમાં માલ પકડાઈ ગયાના બહાના બતાવી ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા અને દુકાન બંધ કરીને ફરાર થઈ ગયા હતા.

આ છેતરપિંડી અંગે અલ્ફાજુદીન શેખે રાજકોટ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪) અને ૩(૫) મુજબ કિરીટ સોની, મિલન પાટડીયા અને ચિંતન પાટડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડના પી.આઈ. પી.એન. પઢીયાર અને પી.એસ.આઈ. એસ.બી. ઘાસુરાની ટીમે બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે ૪૨ વર્ષીય આરોપી ચિંતન પાટડીયાને સુરેન્દ્રનગરના લીંબડી ખાતેથી ઝડપી પાડ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande