સાંતલપુરમાં સગાઈ તોડવાના મનદુઃખમાં પ્રૌઢ પર ધોકાથી હુમલો
પાટણ, 03 ઓક્ટોબર (હિ.સ.) : સાંતલપુર બસ સ્ટેશન પર સાબરકાંઠાના 55 વર્ષીય લગધીર ઠાકોર પર લાકડાના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, 1 જાન્યુઆરી 2023ના રોજ લગધીર ઠાકોરે બાબુ ઠાકોરના પુત્ર સાથે પોતાની દીકરીની છ વર્ષ જૂની સગાઈ તોડી હતી. આ
સાંતલપુરમાં સગાઈ તોડવાના મનદુઃખમાં પ્રૌઢ પર ધોકાથી હુમલો


પાટણ, 03 ઓક્ટોબર (હિ.સ.) : સાંતલપુર બસ સ્ટેશન પર સાબરકાંઠાના 55 વર્ષીય લગધીર ઠાકોર પર લાકડાના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, 1 જાન્યુઆરી 2023ના રોજ લગધીર ઠાકોરે બાબુ ઠાકોરના પુત્ર સાથે પોતાની દીકરીની છ વર્ષ જૂની સગાઈ તોડી હતી. આ બાબતે બંને પક્ષ વચ્ચે મનદુઃખ ચાલતું હોવાનું સામે આવ્યું છે.

ગઈકાલે સવારે લગધીર ઠાકોર સાંતલપુર બસ સ્ટેશન પર હાજર હતા ત્યારે બાબુ ઠાકોર ત્યાં આવ્યો હતો અને ગાળો બોલી લાકડાના ધોકાથી તેમના માથા તથા જમણા કાનના ભાગે હુમલો કર્યો હતો. હુમલામાં લગધીરને ઈજા થતાં લોહી નીકળવા લાગ્યું હતું. દરમિયાન તેમના જમાઈ સામતે વચ્ચે પડી તેમને બચાવ્યા હતા.

આ ઘટનામાં બાબુ ઠાકોરે લગધીર ઠાકોરને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે. ઈજાગ્રસ્ત લગધીરને સારવાર માટે સાંતલપુર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવતા સાંતલપુર પોલીસે બાબુ ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande