જૈન બંધુઓની ભરૂચ સમળી જૈન મંદિર મુલાકાત, ધાર્મિક અને સામાજિક ચર્ચાઓ તેજ
- ઐતિહાસિક સ્થળના મૂળ સ્વરૂપ અંગે નવા સવાલો ઊભા થયા, પ્રાચીન બાંધકામની તપાસની માંગ - મલ્લિનાથજી જૈન ધર્મના 19 તીર્થંકર હોય તેમની પ્રતિમા મળી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો ભરૂચ, 03 ઓક્ટોબર (હિ.સ.) : ભરૂચ ખાતે જુમ્મા મસ્જિદમાં ઐતિહાસિક સ્થળના મૂળ સ્
જૈન બંધુઓની ભરૂચ સમળી જૈન મંદિર મુલાકાત ધાર્મિક અને સામાજિક ચર્ચાઓ તેજ


જૈન બંધુઓની ભરૂચ સમળી જૈન મંદિર મુલાકાત ધાર્મિક અને સામાજિક ચર્ચાઓ તેજ


જૈન બંધુઓની ભરૂચ સમળી જૈન મંદિર મુલાકાત ધાર્મિક અને સામાજિક ચર્ચાઓ તેજ


જૈન બંધુઓની ભરૂચ સમળી જૈન મંદિર મુલાકાત ધાર્મિક અને સામાજિક ચર્ચાઓ તેજ


જૈન બંધુઓની ભરૂચ સમળી જૈન મંદિર મુલાકાત ધાર્મિક અને સામાજિક ચર્ચાઓ તેજ


- ઐતિહાસિક સ્થળના મૂળ સ્વરૂપ અંગે નવા સવાલો ઊભા થયા, પ્રાચીન બાંધકામની તપાસની માંગ

- મલ્લિનાથજી જૈન ધર્મના 19 તીર્થંકર હોય તેમની પ્રતિમા મળી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો

ભરૂચ, 03 ઓક્ટોબર (હિ.સ.) : ભરૂચ ખાતે જુમ્મા મસ્જિદમાં ઐતિહાસિક સ્થળના મૂળ સ્વરૂપ અંગે ઊભા થયેલા નવા સવાલો વચ્ચે હાલ સ્થાનિક સ્તરે મોટો વિવાદ અને ચર્ચા જાગી છે. ખાસ કરીને જૈન બંધુઓ દ્વારા આ સ્થળની સતત મુલાકાતો લેવાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેના કારણે સ્થળના પ્રાચીન ઇતિહાસ અને પુરાતત્વીય પુરાવાઓ અંગેની સમીક્ષાની માંગ વધી છે. આ સમગ્ર મામલે હવે પ્રશાસન અને પુરાતત્વ વિભાગની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે.

ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદને લઈને નવો વિવાદ સામે આવ્યો. વર્ષો પહેલાં આ સ્થળ જૈન સમળી વિહાર હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.આ દાવાઓ વચ્ચે જૈન સમાજના આગેવાનો દ્વારા સ્થળની મુલાકાત લેવાઈ રહી છે. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યા હતા.આ સ્થળ જૈન ધર્મની આસ્થાનું કેન્દ્ર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.અલાઉદ્દીન ખીલજીના આક્રમણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોમનાથ સહિત ગુજરાતના અનેક ધાર્મિક સ્થળો પર આક્રમણ થયાનો દાવો. જુમ્મા મસ્જિદ હાલમાં પુરાતત્વ વિભાગના તાબામાં હોવાનું જણાવાયું છે. સ્થળના પ્રાચીન ઇતિહાસને લઈને વિવિધ દાવાઓ સામે આવી રહ્યા છે. જૈન તીર્થધામ હોવાના દાવા વચ્ચે સ્થળ પર ચર્ચા તેજ બની છે.આ દાવાઓને લઈને જૈન સમાજમાં આસ્થાનો માહોલ જોવા મળ્યો છે.જૈન બંધુઓ દ્વારા સ્થળની મુલાકાતનો સિલસિલો યથાવત રહ્યો છે. ઐતિહાસિક સ્થળના મૂળ સ્વરૂપ અંગે નવા સવાલો ઉભા થયા છે.સ્થળના ઇતિહાસ અને પુરાતત્વીય પુરાવાઓ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.જુમ્મા મસ્જિદ મુદ્દે હવે તંત્ર અને પુરાતત્વ વિભાગની ભૂમિકા મહત્વની બની રહી છે.

ઐતિહાસિક વારસા અને ધાર્મિક સ્થાપત્યને લઈને અવારનવાર વિવાદો સામે આવતા હોય છે, ત્યારે હવે ભરૂચ જુમ્મા મસ્જિદના ઐતિહાસિક સ્વરૂપ અને તેના મૂળ આધાર અંગે નવા સવાલો પેદા થયા છે. છેલ્લા કેટલાક સમયથી જૈન સમુદાયના લોકો અને જૈન બંધુઓ દ્વારા આ સ્થળની મુલાકાત લેવાનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે. સ્થળ પર વધી રહેલી આ મુલાકાતોને પગલે ધાર્મિક અને સામાજિક સ્તરે અનેક પ્રકારના અટકળો અને ચર્ચાઓનો દોર શરૂ થયો છે.

આ સ્થળના ઇતિહાસ અને તેના પુરાતત્વીય પુરાવાઓને લઈને હવે વિવિધ દાવાઓ સામે આવી રહ્યા છે. સ્થાનિક લોકો તેમજ ઇતિહાસ પ્રેમીઓમાં સ્થળના મૂળ સ્વરૂપ અને તેની પ્રાચીનતા અંગે નવા પ્રશ્નો ઊભા થયા છે. શિલ્પકળા, કમાનો અને પથ્થરો પરની કોતરણીના આધારે આ સ્થળના ઇતિહાસ વિશે વ્યાપક સમીક્ષા કરવાની માંગણીઓ ઊઠવા પામી છે.

આ મુદ્દો હવે માત્ર ચર્ચા પૂરતો સીમિત ન રહેતા કાયદાકીય અને પ્રશાસનિક સ્તરે પણ મહત્વનો બની રહ્યો છે. જુમ્મા મસ્જિદ મુદ્દે ઊભા થયેલા આ સંવેદનશીલ વિવાદમાં હવે સ્થાનિક તંત્ર અને રાજ્યના પુરાતત્વ વિભાગની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે. પુરાતત્વ વિભાગ દ્વારા જો કોઈ વૈજ્ઞાનિક કે ઐતિહાસિક સર્વે કરવામાં આવે તો જ આ સ્થળની વાસ્તવિકતા અને સત્ય બહાર આવી શકે તેમ છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પણ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande