જૂનાગઢમાં 90મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાની બહેનોની ચેસ સ્પર્ધા યોજાશે
જુનાગઢ, 03 ઓક્ટોબર (હિ.સ.) : ૯૦મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાની અંડર-૧૪, અંડર-૧૭ અને અંડર-૧૯ બહેનોની ચેસ સ્પર્ધાનું આયોજન તા. ૦૬/૧૦/૨૦૨૫થી તા. ૦૯/૧૦/૨૦૨૫ દરમિયાન જૂનાગઢના ગાંધીગ્રામ ખાતે આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું
જૂનાગઢમાં 90મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાની બહેનોની ચેસ સ્પર્ધા યોજાશે


જુનાગઢ, 03 ઓક્ટોબર (હિ.સ.) : ૯૦મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાની અંડર-૧૪, અંડર-૧૭ અને અંડર-૧૯ બહેનોની ચેસ સ્પર્ધાનું આયોજન તા. ૦૬/૧૦/૨૦૨૫થી તા. ૦૯/૧૦/૨૦૨૫ દરમિયાન જૂનાગઢના ગાંધીગ્રામ ખાતે આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં ભાગ લેનારી ટીમોના પસંદગી પામેલા ખેલાડીઓની વિગતો તા. ૦૩/૧૦/૨૦૨૫ સુધીમાં dso-sycd-jngcity@gujarat.gov.in ઈ-મેઇલ પર મોકલવાની રહેશે.

અંડર-૧૪ બહેનો માટે તા. ૦૫/૧૦/૨૦૨૫ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે રિપોર્ટિંગ રાખવામાં આવ્યું છે, જ્યારે સ્પર્ધા તા. ૦૬ તથા ૦૭ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન યોજાશે. અંડર-૧૯ બહેનો માટે તા. ૦૬/૧૦/૨૦૨૫ના રોજ સાંજે ૦૫ કલાકે રિપોર્ટિંગ રહેશે અને સ્પર્ધા તા. ૦૭ તથા ૦૮ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ યોજાશે. અંડર-૧૭ બહેનો માટે તા. ૦૭/૧૦/૨૦૨૬ના રોજ સાંજે ૦૫ કલાકે રિપોર્ટિંગ રહેશે અને સ્પર્ધા તા. ૦૮ થતા થી ૦૯ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગાંધીગ્રામ, જિ. જૂનાગઢ ખાતે યોજાશે.

સ્પર્ધામાં પાંચ ખેલાડીઓ, એક કોચ અને એક મેનેજરનો સમાવેશ થશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને સમયસર જાણ કરી ટીમના કોચ/મેનેજરની નિમણૂક કરી સ્પર્ધામાં ભાગ લેવા માટે નિર્ધારિત સમયે અને સ્થળે હાજર રહેવા જણાવાયું છે.

સ્પર્ધા માટેની ટીમમાં ચાર ખેલાડીઓ, એક કોચ અને એક મેનેજરનો સમાવેશ કરવામાં આવશે. કોચ/મેનેજરની મીટિંગ સાંજે ૦૯ કલાકે યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ટીમોએ નિયત સમયમર્યાદામાં જરૂરી વિગતો મોકલી આપવાની રહેશે.

વધુ માહિતી માટે મો. ૯૩૧૩૬ ૭૧૪૯૯ તથા ૯૬૮૭૯ ૩૨૬૩૭ પર સંપર્ક કરી શકાશે. તેમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande