પોરબંદરમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રોનો રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારની ઉપસ્થિતિમાં કરાયો પ્રારંભ
પોરબંદર, 03 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ ખેડૂતોને તેમની પૌષ્ટિક ખેત પેદાશોના સીધા વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી ગાંધીનગર ખાતે ‘પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશોના વેચાણ
પોરબંદરમાં  પ્રાકૃતિક  ખેત  ઉત્પાદન  વેચાણ   કેન્દ્રોનો  રાજ્યસભાના સાંસદ માનસિંહ  પરમારની ઉપસ્થિતિમાં  કરાયો  પ્રારંભ.


પોરબંદરમાં  પ્રાકૃતિક  ખેત  ઉત્પાદન  વેચાણ   કેન્દ્રોનો  રાજ્યસભાના સાંસદ માનસિંહ  પરમારની ઉપસ્થિતિમાં  કરાયો  પ્રારંભ.


પોરબંદરમાં  પ્રાકૃતિક  ખેત  ઉત્પાદન  વેચાણ   કેન્દ્રોનો  રાજ્યસભાના સાંસદ માનસિંહ  પરમારની ઉપસ્થિતિમાં  કરાયો  પ્રારંભ.


પોરબંદરમાં  પ્રાકૃતિક  ખેત  ઉત્પાદન  વેચાણ   કેન્દ્રોનો  રાજ્યસભાના સાંસદ માનસિંહ  પરમારની ઉપસ્થિતિમાં  કરાયો  પ્રારંભ.


પોરબંદરમાં  પ્રાકૃતિક  ખેત  ઉત્પાદન  વેચાણ   કેન્દ્રોનો  રાજ્યસભાના સાંસદ માનસિંહ  પરમારની ઉપસ્થિતિમાં  કરાયો  પ્રારંભ.


પોરબંદર, 03 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન

આપવા તેમજ ખેડૂતોને તેમની પૌષ્ટિક ખેત પેદાશોના સીધા વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ

ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી ગાંધીનગર ખાતે ‘પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશોના વેચાણ

કેન્દ્રો’નું રાજ્યવ્યાપી ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ રાજ્યવ્યાપી

કાર્યક્રમના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારના

ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશોના વેચાણ

કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને ગાંધીનગર ખાતે યોજાયેલા મુખ્ય

કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારેજણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીનો

વ્યાપ વધે તેમાટે વિવિધ પ્રયાસો હાથ

ધરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં અગાઉથી જ 1000 થી વધુ પ્રાકૃતિક ખેતીના સ્ટોલ

સફળતાપૂર્વક કાર્યરત છે, ત્યારે આજે રાજ્યમાં વધુ 100 થી વધુ

સ્ટોલનો ઉમેરો કરવામાં આવ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પોરબંદરમાં પ્રાકૃતિક ખેતીના

ઉત્પાદનોના વેચાણ માટે ખેડૂતોને યોગ્ય મંચ મળી રહે તે હેતુથી પ્રાકૃતિક ખેત

ઉત્પાદન વેચાણ કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રોના માધ્યમથી

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધવાની સાથે ખેડૂતોને તેમના ઉત્પાદનોનું યોગ્ય વળતર

મેળવવામાં પણ મદદ મળશે. તેમણે ખેડૂતોને સ્વાસ્થ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે

આગામી સમયમાં વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથાએગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) ના સહયોગથી પોરબંદર

શહેરમાં પોરબંદર SPNF પ્રોડ્યુસર કંપની લિમિટેડ, ઠક્કર હોસ્પિટલ સામેની ગલી, પેરેડાઈઝ ફુવારા નજીક પ્રારંભ કરવામાં

આવ્યો હતો. અને અમૃત આહાર મોલ, દિલીપ

ક્રિકેટ ગ્રાઉન્ડ સામે, ફ્રેન્ડ્સ પેટ્રોલ પંપની સામેપ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં

આવ્યું છે.

આ વેચાણ કેન્દ્રો શરૂ થવાથી સ્થાનિક ગ્રાહકોને

પ્રાકૃતિક રીતે ઉત્પાદિત અને રાસાયણિક દવાઓના ઉપયોગથી મુક્ત કૃષિ પેદાશો સરળતાથી

ઉપલબ્ધ થશે. સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની ખેત ઉપજના યોગ્ય ભાવ મળી

રહે તે માટે સીધું વેચાણનું પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર ટી.સી.

તીરથાણી, જિલ્લા આયોજન અધિકારી જે.સી. ઠાકોર, નાયબ ખેતી નિયામક (તાલીમ) સીમા જે.

શર્મા, ખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા એચ.

આર. વદર અધિકારીઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande