પોરબંદરમાં ‘અનુભૂતિ’ ચિત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયુ.
પોરબંદર, 03 ઓક્ટોબર (હિ.સ.) કલાનગરી પોરબંદરમાં કલાના વિકાસ અને કલાકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે.જેના ભાગરૂપે 2 ઓક્ટોબરના રોજ પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ચિત્રકાર સંજ
પોરબંદરમાં  ‘અનુભૂતિ’ ચિત્ર પ્રદર્શન  ખુલ્લું  મુકાયુ.


પોરબંદરમાં  ‘અનુભૂતિ’ ચિત્ર પ્રદર્શન  ખુલ્લું  મુકાયુ.


પોરબંદરમાં  ‘અનુભૂતિ’ ચિત્ર પ્રદર્શન  ખુલ્લું  મુકાયુ.


પોરબંદરમાં  ‘અનુભૂતિ’ ચિત્ર પ્રદર્શન  ખુલ્લું  મુકાયુ.


પોરબંદર, 03 ઓક્ટોબર (હિ.સ.) કલાનગરી પોરબંદરમાં કલાના વિકાસ અને કલાકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાતા રહે

છે.જેના ભાગરૂપે 2 ઓક્ટોબરના રોજ પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ચિત્રકાર સંજય જાનીના ‘અનુભૂતિ’ શીર્ષક હેઠળ ચિત્ર

પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રદર્શનનું દીપ પ્રાગટ્ય કરીને સામાજિક અગ્રણી હિતેષ દાસાણી અને જાણીતા એડવોકેટ તેજસ થાનકીએ ખુલ્લું મૂક્યું હતું.આ પ્રસંગે આર્ટિસ્ટ તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલિયા, આર્ટિસ્ટ દિનેશ પોરીયા, કરશન ઓડેદરા અને સમીર ઓડેદરા સહિતના કલાકારો અને કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ચિત્રકાર સંજય જાની જામનગરના વતની છે. તેમણે ભારતના ઊંચા શિખરો પૈકીના એક તુંગનાથ મહાદેવ મંદિર ખાતે આશરે 12,073 ફૂટની ઊંચાઈએ લાઇવ પેઇન્ટિંગ બનાવી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હોવાનું

જણાવાયું છે.

આ સિદ્ધિ બદલ તેમનું નામ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં નોંધાયું છે. ‘અનુભૂતિ’ ચિત્ર પ્રદર્શન 4 ઓક્ટોબર, 2026 સુધી ખુલ્લું રહેશે.મુલાકાતીઓ સવારે 10થી

સાંજે 7 વાગ્યા સુધી આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શન નિહાળી શકશે.આ પ્રદર્શનનું આયોજન ગુજરાત લલિત કલા અકાદમીની આર્થિક સહાયથી કરવામાં આવ્યું છે.

-

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande