પોરબંદરમાં બાઈક અકસ્માતમાં યુવકનું સારવાર દરમિયાન મોત
પોરબંદર, 03 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઈક અકસ્માતમાં 34 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધ્યો છે. પોલીસ અહેવાલ મુજબ, ઠક્કર પ્લ
પોરબંદરમાં બાઈક અકસ્માતમાં યુવકનું સારવાર દરમિયાન મોત


પોરબંદર, 03 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઈક અકસ્માતમાં 34 વર્ષીય યુવકનું

સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે

પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધ્યો છે.

પોલીસ

અહેવાલ મુજબ, ઠક્કર પ્લોટ, રહેમાની એપાર્ટમેન્ટ, લુવાણાના દવાખાના પાસે રહેતા રમીઝ ફારૂકભાઈ

મુકાદમ પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા. ત્યારે

તેમની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા છતાં

બાઈક વધુ ઝડપે ચલાવતાં કાબૂ ગુમાવ્યો હતો અને

બાઈક સ્લીપ થતાં તેઓ રસ્તા પર પટકાતા અકસ્માત

સર્જાયો હતો. આ ઘટનામાં તેમને માથા તથા હાથના ભાગે

ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન

તેમનું મોત નીપજ્યું હતું.

બાઈક પાછળ બેઠેલા અમન

દીપકભાઈ ભરડાને પણ ઇજાઓ થઈ હતી.આ બનાવ અંગે હાર્બર મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande