શહેરના જુહાપુરામાં બેફામ સ્પીડે દોડતા ડમ્પરે વધુ એકનો જીવ લીધો,રોડ ક્રોસ કરી રહેલા યુવકનું મોત
અમદાવાદ,03 ઓકટોબર (હિ.સ.) અમદાવાદ શહેરમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે આજે ફરીથી જુહાપુરા વિસ્તારમાં બેફામ સ્પીડે દોડતા ડમ્પરે વધુ એકનો જીવ લીધો. જુહાપુરા વિસ્તારમાં રસ્તાની કામગીરી ચાલી રહી હોય એક તરફની લેન બંધ છે.આજે બપોરના સમયે ભીમક
A speeding dumper in Juhapura of the city claimed another life, a youth crossing the road died


અમદાવાદ,03 ઓકટોબર (હિ.સ.) અમદાવાદ શહેરમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે આજે ફરીથી જુહાપુરા વિસ્તારમાં બેફામ સ્પીડે દોડતા ડમ્પરે વધુ એકનો જીવ લીધો. જુહાપુરા વિસ્તારમાં રસ્તાની કામગીરી ચાલી રહી હોય એક તરફની લેન બંધ છે.આજે બપોરના સમયે ભીમકુમાર મહતો નામનો યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જ પૂરઝડપે આવેલા ડમ્પરે અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું.

જુહાપુરા વિસ્તારમાં બપોરના સમયે એક ડમ્પર પૂરઝડપે જઈ રહ્યું હતું.આ દરમિયાન એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો.પૂરઝડપે આવી રહેલા ડમ્પરે યુવકને ટક્કર મારી હતી જેના કારણે યુવક જમીન પર પટકાયો હતો.યુવક પટકાયા બાદ ડમ્પર યુવકના શરીર પર ચઢી ગયું હતું.યુવક ડમ્પરના ટાયરમાં ફસાઈને થોડે આગળ સુધી ગયો હતો.અકસ્માતમાં એક એક્ટિવા પર જઈ રહેલી મહિલાને ટક્કર વાગતા તે પણ પડી હતી,જોકે મહિલાનો જીવ બચી ગયો છે.અકસ્માતમાં યુવકનું સ્થળ પર જ મોત થયું હતું.

અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.અકસ્માતમાં જેનું મોત થયું તે યુવક બાજુમાં જ ચાલી રહેલા રોડ પર કામ કરી રહ્યો હતો.બનાવની જાણ થતા એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી.પોલીસે યુવકનો મૃતદેહ પીએમ માટે મોકલીને તપાસ હાથ ધરી છે.અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande