
રાજપીપલા, 30 ઓકટોબર (હિ.સ.) : એકતાનગર ખાતે 30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થવા પધારેલા ઓડિશા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના નાગરિક પ્રતિનિધિમંડળે આજરોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળના સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતાનો અનુભવ કરીને ઉત્સાહિત થયા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓડિશા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રનાં નાગરિક પ્રતિનિધિમંડળે 26
ઓક્ટોબરથી ગુજરાતનાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતના ભાગરૂપે આજે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર વલ્લભભાઈ પટેલની વિરાસત અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમાન આ સ્મારકની ભવ્યતાને નિહાળી હતી.
આ વેળાએ ઓડિશાથી પધારેલા શબક મિહિરે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રાષ્ટ્રીય એકતા
દિવસની ઉજવણીમાં સહભાગી થવાનો અવસર મળ્યો છે, તે બદલ તેઓ આભાર વ્યક્ત કરૂ છુ. મહારાષ્ટ્રથી પધારેલા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રમોદ ભાતનાતે પણ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી બનવાનો અવસર મળ્યો હોવાનું જણાવ્યું હતું.
આ નાગરિક પ્રતિનિધિમંડળમાં રાજનીતિ, સમાજસેવા, વકીલાત, અભ્યાસ, પત્રકારત્વ તેમજ વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નાગરિકો જોડાયા છે. વિવિધ રાજ્યોના નાગરિકોની આ સહભાગિતા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને પ્રોત્સાહન આપવાની સાથે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશને વધુ મજબૂત બનાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ