ધોળા જંક્શન થઈ જૂનાગઢ જતી બસનું ધોળાવીશી ખાતે ભવ્ય સ્વાગત કરાયું
ભાવનગર,30 ઓક્ટોબર (હિ.સ.) ઉમરાળા તાલુકાના ધોળાવીશી વિસ્તારના મુસાફરોને જૂનાગઢ જવા માટે વધુ સારી પરિવહન સુવિધા મળી રહે તે હેતુથી બરવાળા ડેપોની બરવાળા-જૂનાગઢ બસને નવો રૂટ ફાળવી ધોળા જંક્શન થઈ જૂનાગઢ જવા માટે શરૂ કરવામાં આવી છે. આ નવી બસનું ધોળાવી
બસ નું લોકાર્પણ કરવામાં આવ્યું


ભાવનગર,30 ઓક્ટોબર (હિ.સ.) ઉમરાળા તાલુકાના ધોળાવીશી વિસ્તારના મુસાફરોને જૂનાગઢ જવા માટે વધુ સારી પરિવહન સુવિધા મળી રહે તે હેતુથી બરવાળા ડેપોની બરવાળા-જૂનાગઢ બસને નવો રૂટ ફાળવી ધોળા જંક્શન થઈ જૂનાગઢ જવા માટે શરૂ કરવામાં આવી છે. આ નવી બસનું ધોળાવીશી ખાતે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.

ભાવનગર વિભાગના વિભાગીય નિયામક પિલવાઈકરના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ નવા રૂટને આવકારવા માટે ધોળાવીશી ભાજપ પરિવારના કાર્યકરો અને આગેવાનો એકત્રિત થયા હતા. આ પ્રસંગે પેથા આહિર, ઉમરાળા તાલુકા પંચાયતના પ્રમુખ રામ સાંગા, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ અશોક આહિર, ધોળાવીશીના સરપંચ ભરત બાવળીયા, તાલુકા ભાજપ મંત્રી રવિ પંડ્યા, ધોળાના પૂર્વ સરપંચ ભરત પરમાર સહિત કનેયા વધવા, વસન દિયોરા, માસા આહિર અને ઉમરાળા તાલુકા યુવા ભાજપના કોષાધ્યક્ષ મનીષ વધવા ઉપસ્થિત રહ્યા હતા.

નવી બસનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બસના સારથીને કંકુ-ચાંદલો કરી શ્રીફળ વધેરવામાં આવ્યું હતું. મુસાફરોને પેંડા વહેંચી બસને હારતોરા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 'જય ગિરનારી'ના નારાથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.

ધોળા જંક્શન થઈ જૂનાગઢ જવા માટે સીધી બસની સુવિધા મળતાં વિસ્તારના મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઈ છે. આ નવા રૂટની સુવિધા શરૂ કરવા બદલ બરવાળા ડેપોના ઇન્ચાર્જ ડેપો મેનેજર એ.એચ. ચૌહાણ, એટીઆઈ વિજયસિંહ ડી. ગોહિલ અને જુનિયર આસિસ્ટન્ટ જયદીપસિંહ આઈ. ગોહિલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande