
- કિસાન સન્માન નિધિનો 24મો હપ્તો, 19000 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા.- પ્રધાનમંત્રીએ મહિલા પશુપાલકો સાથે કર્યો સંવાદ.
ડીસા/અમદાવાદ,30 ઓકટોબર (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 30 અને આવતીકાલે 31 ઓક્ટોબર બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ભીલડી ખાતેથી પહેલા ભવ્ય રોડ શો કર્યો જે બાદ તેમણે પશુપાલક મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન દિવાળી પહેલા જ ગુજરાતીઓને દિવાળીની ભેટ મળી ગઈ.
આજે બનાસકાંઠાના લોકોએ વટ પાડી દીધો': ભીલડીમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, દુનિયામાં આટલી મોટી ખાટલા સભા ક્યારેય નહીં થઈ હોય, આ ગિનીઝ રેકોર્ડ સમાન.સભામાં આવનાર ખેડૂતો માટે ખુરશીની જગ્યાએ ખાટલા ગોઠવાયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ડીસાના એરપોર્ટ પર આવ્યા હતા. જે બાદ ભીલડીમાં પ્રધાનમંત્રી મોદી ભવ્ય રોડ શો કર્યો છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ભવ્ય રોડ શોમાં મોદી મોદીના નારાનો નાદ ગૂંજી ઉઠ્યો હતો. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી મોદી બનાસકાંઠાના ભીલડી ખાતેથી રાજ્યભર માટે 14 હજાર કરોડથી વધુના વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. જ્યારે દેશભરના કરોડો ખેડૂતો માટે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ' યોજના અંતર્ગત 24મા હપ્તાની રકમ સીધી બેંક ખાતામાં જમા કરાવશે. આ ઉપરાંત, બે નવી પેસેન્જર ટ્રેનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.
સ્થાનિક જનમેદની દ્વારા તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. જે બાદ તેમણે ભીલડીમાં 127 એકર વિશાળ ક્ષેત્રફળમાં આકાર પામેલા અદ્યતન 'BBBRC કેટલ ફાર્મ' (બોવાઈન બ્રીડીંગ રિસર્ચ સેન્ટર) ની મુલાકાત ઉદ્ઘાટન કર્યું સાથે જ અદ્યતન ET IVF લેબનું નિરીક્ષણ કર્યું.
પ્રધાનમંત્રી મોદી બનાસકાંઠા સૈનિક સ્કૂલના બાળકો, પશુપાલક મહિલાઓ અને સ્થાનિક યુવાનો સાથે વિશેષ સંવાદ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશુપાલક મહિલાઓની શાંતિથી વાત સાંભળી અને તેમને જવાબ પણ આપ્યા છે.
પ્રધાનમંત્રીએ બનાસ ડેરી દ્વારા થરાદ અને રાધનપુરમાં સ્થાપવામાં આવનારા બે બાયો-CNG પ્લાન્ટનું વડાપ્રધાન ખાતમુહૂર્ત કયું. આ પ્લાન્ટમાં દરરોજ અનુક્રમે 75 મેટ્રિક ટન અને 100 મેટ્રિક ટન પશુઓના છાણની પ્રક્રિયા કરવાની ક્ષમતા હશે. આ પ્રોજેક્ટથી પશુઓના છાણનો ઉપયોગ ઊર્જા ઉત્પાદન માટે કરી શકાશે.
બનાસકાંઠાના ભીલડી ખાતે 127 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-BBBRCને પ્રધાનમંત્રીરાષ્ટ્રને સમર્પિત કર્યો. આધુનિક સુવિધાઓથી સજ્જ આ કેન્દ્ર ગાય-ભેંસના સંવર્ધન, આનુવંશિક સુધારણા અને આધુનિક પ્રજનન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપશે. આ સંસ્થાથી પશુઓની જાતિ સુધારવાની પ્રક્રિયામાં 10થી 20 ગણી ઝડપ લાવવાનું લક્ષ્ય છે. કાંકરેજ ગાયની જાતિને સમર્પિત આ પ્રકારનું દેશનું પ્રથમ કેન્દ્ર હોવાનું જણાવાયું છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રમાણિત બિયારણથી લઈને બટાકાની પ્રોસેસિંગ સુધીની સમગ્ર પ્રક્રિયાને એકીકૃત કરવામાં આવી છે.
બટાકા ઉત્પાદક ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ અને ખરીદીની ખાતરી મળવાથી ખેડૂતોને બજારની વધુ સારી સુવિધા મળશે. પ્રોસેસિંગ દરમિયાન નીકળતા કચરાનો ઉપયોગ બાયોગેસ બનાવવા માટે કરવામાં આવશે, જ્યારે બાકીનો અવશેષ ખાતર તરીકે ખેડૂતોને ખેતરમાં ઉપયોગ માટે પરત આપવામાં આવશે. આ વિસ્તરણથી બટાકાની પ્રોસેસિંગને વેગ મળવાની સાથે ખેડૂતોની આવક વધારવા અને મૂલ્યવર્ધિત બટાકાની નિકાસને પ્રોત્સાહન આપવાનો હેતુ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ