રાણાવાવમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી.
Gujarat, 30 ઓક્ટોબર (હિ.સ.)રાણાવાવ તાલુકાના આદિત્યાણા બાયપાસ રોડ પર 30થી 35 વર્ષ જૂની પારિવારિક અદાવતને લઈને બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં બંને પક્ષના લોકોને માથા સહિત શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે રાણાવાવ પોલીસ સ્ટેશનમ
રાણાવાવમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી.


Gujarat, 30 ઓક્ટોબર (હિ.સ.)રાણાવાવ તાલુકાના આદિત્યાણા બાયપાસ રોડ પર 30થી 35 વર્ષ જૂની પારિવારિક અદાવતને લઈને બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં બંને પક્ષના લોકોને માથા સહિત શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસ ફરિયાદમુજબ, સાત વીરડાનેશ ખાતે રહેતા સામત નાથાભાઈ ટાપરિયા (ઉં.વ. 48)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બંને પરિવારો વચ્ચે આશરે 30થી 35 વર્ષ પહેલાં થયેલી હત્યાની ઘટનાને લઈને મનદુઃખ ચાલતું હતું. આ અદાવતના કારણે વાજસુર નાથાભાઈ ટાપરિયા, મુરુ નાથાભાઈ ટાપરિયા અને ફોગાબાઘાભાઈ ટાપરિયા સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો છે. ફરિયાદ મુજબ, વાજસુરે લોખંડના પાઇપથી સામતના માથામાં મારતાં લોહી નીકળતી ઈજા થઈ હતી. અન્ય એક સાહેદને પણ માથા અને ડાબા હાથમાં ઈજા પહોંચી હતી. બીજી તરફ, થોરીયાનેશ ખાતે રહેતા વાજસુર નાથાભાઈ ટાપરિયા (ઉં.વ. 37)એ સામત નાથાભાઈ ટાપરિયા, માણસુરનાથાભાઈ ટાપરિયા, ડાયા નાથાભાઈ અને રામા નાથાભાઈ ટાપરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આશરે 30 વર્ષ પહેલાં આરોપીના પરિવારના સભ્યોએ ફરિયાદીના મોટા બાપુજીની હત્યા કરી હતી અને તેમના પિતાને પણ માથાના ભાગેમાર મારવામાં આવ્યો હતો. આ જૂની અદાવતને લઈને આરોપીઓએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદમાં સામતે કુહાડીથી હુમલો કરતા ઈજા થઈ હોવાનું અને અન્ય ત્રણ વ્યક્તિઓએ લોખંડના પાઇપથી માર માર્યો હોવાનું જણાવાયું છે. બંને પક્ષની ફરિયાદના આધારે રાણાવાવ પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande