પોરબંદરના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને રાતિયા ગામે જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના રાતીયા ગામે ભાદરાઈ માતાજીના મંદિર ખાતે પ્રભારી મંત્રી કુંવરજીબાવળિયાના અધ્યક્ષ સ્થાને પીએમ કિસાન ઉત્સવનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)
પોરબંદરના  પ્રભારી  મંત્રી કુંવરજી  બાવળિયાના   અધ્યક્ષસ્થાને  રાતિયા  ગામે  જિલ્લા  કક્ષાનો  પીએમ  કિસાન  ઉત્સવ  કાર્યક્રમ  યોજાયો.


પોરબંદરના  પ્રભારી  મંત્રી કુંવરજી  બાવળિયાના   અધ્યક્ષસ્થાને  રાતિયા  ગામે  જિલ્લા  કક્ષાનો  પીએમ  કિસાન  ઉત્સવ  કાર્યક્રમ  યોજાયો.


પોરબંદરના  પ્રભારી  મંત્રી કુંવરજી  બાવળિયાના   અધ્યક્ષસ્થાને  રાતિયા  ગામે  જિલ્લા  કક્ષાનો  પીએમ  કિસાન  ઉત્સવ  કાર્યક્રમ  યોજાયો.


પોરબંદરના  પ્રભારી  મંત્રી કુંવરજી  બાવળિયાના   અધ્યક્ષસ્થાને  રાતિયા  ગામે  જિલ્લા  કક્ષાનો  પીએમ  કિસાન  ઉત્સવ  કાર્યક્રમ  યોજાયો.


પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના રાતીયા ગામે ભાદરાઈ માતાજીના મંદિર

ખાતે પ્રભારી મંત્રી કુંવરજીબાવળિયાના

અધ્યક્ષ સ્થાને પીએમ કિસાન ઉત્સવનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)

યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના

હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના ખેડૂતોને 24મા હપ્તાની સહાય ડાયરેક્ટ બેનિફિટ

ટ્રાન્સફર (DBT) મારફતે

સીધી બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી. આ અંતર્ગત ગુજરાત રાજ્યના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં રૂ.1,051 કરોડથી વધુની સહાય જમા કરવામાં આવી હતી. જેમાં

પોરબંદર જિલ્લાના 46,850થી વધુ ખેડૂતોના બેંક ખાતામાં રૂ. 9.38 કરોડથી વધુની સહાય જમા થઈ

હતી.

આ પ્રસંગે ઉપસ્થિતસૌ પોરબંદર જિલ્લાના લોકોએ બનાસકાંઠા ખાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્ય કક્ષાના મુખ્ય

કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આ પ્રસંગે પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ

જણાવ્યું હતું કે, ખેડૂત અને ખેતી ત્યારે જ સમૃદ્ધ બને જ્યારે તેમની મહેનતની સાથે રાજ્ય

સરકાર અને સહકારી ક્ષેત્ર તરફથી તમામ સુવિધાઓ સમયસર મળતી રહે. ખેડૂત સમૃદ્ધ થશે તો

જ તેનું કુટુંબ અને સમગ્ર રાજ્ય સમૃદ્ધ બનશે.આ માટે યોજનાઓની અમલવારી કરવામાં આવી

છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ

દરમિયાન પ્રધાનમંત્રીએ ખેડૂતોની આર્થિક સ્થિતિ અને વાવણી સમયે પડતી મુશ્કેલીઓને

સમજી હતી. તેના પરિણામે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ થઈ હતી. આજે દેશ અને

ગુજરાતના કરોડો ખેડૂતોને DBT મારફતે સીધી આર્થિક સહાય મળી રહી છે, જેમાં પોરબંદર જિલ્લાના હજારો ખેડૂત

પરિવારો પણ લાભાન્વિત થયા છે.

પ્રાકૃતિક કૃષિ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે,રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના

માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક

કૃષિનું મોટું અભિયાન ચાલી રહ્યું છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી માનવ

સ્વાસ્થ્યને થતા નુકસાન સામે પ્રાકૃતિક ખેતી ઉત્તમ વિકલ્પ છે. દેશી ગાય આધારિત આ

ખેતી જમીનનું સ્વાસ્થ્ય સુધારવાની સાથે ખેતી ખર્ચમાં પણ ઘટાડો કરે છે. આ માટે

રાજ્ય સરકાર મોડેલ ફાર્મ, બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર અને વેચાણ કેન્દ્રો ઊભાં કરીને ખેડૂતોને

પ્રોત્સાહિત કરી રહી છે.

ખાસ કરીને પોરબંદર અને ઘેડ વિસ્તારનો ઉલ્લેખ

કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોના પડખે મક્કમતાથી ઊભી છે. ઘેડ વિસ્તારમાં

પકવવામાં આવતા કાળા મગ જેવા પાકોને પણ ટેકાના ભાવે ખરીદીમાં આવરી લઈને સરકારે

સ્થાનિક ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડ્યું છે. અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિમાં

ખેડૂતોને થયેલા નુકસાન અને જમીન ધોવાણ સામે સરકારે ઐતિહાસિક રાહત પેકેજ આપીને

જગતના તાતની સીધી આર્થિક મદદ કરી હતી. આ ઉપરાંત ઘેડ વિસ્તારની ખેતી અને સિંચાઈની

સમસ્યાઓના કાયમી નિવારણ માટે જળસંપત્તિ વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના

સહયોગથી મહત્ત્વપૂર્ણ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, ખેતીવાડી ક્ષેત્રે ડ્રિપ ઇરિગેશન જેવી

સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ, નવા કૃષિ વીજ જોડાણો, બાગાયત ખેતી અને કોલ્ડ સ્ટોરેજ જેવી

માળખાકીય સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ

ટ્રેક્ટર ખરીદી પર સબસિડી તેમજ એગ્રો સર્વિસ સેન્ટર મારફતે સનેડો અને કિસાન ડ્રોન

જેવી અદ્યતન ટેકનોલોજી માટે સહાય આપીને ખેતીને વધુ સુગમ બનાવવામાં આવી છે.

પશુપાલન અને ડેરી વ્યવસાય અંગે તેમણે જણાવ્યું

હતું કે, ખેતી

સાથે સંકળાયેલા આ પૂરક વ્યવસાયને સરકારના પ્રોત્સાહનથી મોટું બળ મળ્યું છે.

રાજ્યમાં માથાદીઠ દૂધ ઉત્પાદનમાં મોટો વધારો થયો છે. પશુ સુધારણા અને ડેરી વિકાસના

વિવિધ પ્રોજેક્ટ ખેડૂતો તથા માલધારીઓની આર્થિક ઉન્નતિમાં પાયારૂપ સાબિત થઈ રહ્યા

છે. અંતે તેમણે પોરબંદર અને ઘેડ પંથકના ખેડૂતોને સરકારની વિવિધ કલ્યાણકારી

યોજનાઓનો મહત્તમ લાભ લઈને ખેતી અને પશુપાલનને વધુ સમૃદ્ધ બનાવવા આહવાન કર્યું

હતું.

ઉલ્લેખનીય છે કે, પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને

સીધી આર્થિક સહાય પૂરી પાડતી મહત્ત્વપૂર્ણ યોજના છે. આ સહાય ખેડૂતોને ખેતીના

ખર્ચમાં મદદરૂપ થવાની સાથે તેમની આર્થિક સુરક્ષા અને આત્મનિર્ભરતાને પણ બળ પૂરું

પાડે છે. આ યોજનાના લાભ વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે હેતુથી પોરબંદર

જિલ્લામાં જિલ્લા પંચાયતની દરેક બેઠક હેઠળનાં બે ગામો સહિત કુલ 37 ગામોમાં પીએમ

કિસાન ઉત્સવના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં

નોંધપાત્ર કામગીરી કરનાર પ્રતિભાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું

હતું. જેમાં પ્રગતિશીલ ખેડૂત તરીકે લખમણભાઈ દેવશીભાઈ જાડેજા, DCS પર શ્રેષ્ઠ કર્મચારી તરીકે સરમણભાઈ

ચુડાસમા, બી

કીપર તરીકે શ્રેષ્ઠ ઉત્પાદન માટે હસમુખભાઈ ચાવડા, પ્રાકૃતિક કૃષિકાર તરીકે અજયભાઈ

મોકરીયા, ખારવા

સમાજના અગ્રણી તરીકે સવજીભાઈ કાનજીભાઈ સેલેટ તથા પોરબંદર SPNF તરીકે માનસિંહ સિસોદિયાનું સન્માન

કરવામાં આવ્યું હતું.

તેમજ ખેતીવાડી, પશુપાલન અને બાગાયત વિભાગની વિવિધ

યોજનાઓ હેઠળ લાભાર્થી ખેડૂતોને સહાયના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું

હતું. જેમાં ટ્રેક્ટરની ખરીદી માટે રાજપર ગામના ખેડૂત આગઠ કરણાભાઈ દેવદાસભાઈ અને આગઠ

વિસાભાઈ લખાભાઈને રૂ. 1-1 લાખની સહાય, બકરા એકમની ખરીદી માટે ખાગેશ્રી ગામના મોઢી

ફાગણભાઈ કાનાભાઈ અને માધવપુર ગામના ગળચર મેરામણભાઈ કરાભાઈને રૂ. 50-50 હજારની સહાય, પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની

ખરીદી સહાય યોજના હેઠળ બખરલા ગામના ખૂંટી કેશુભાઈને રૂ. 28 હજારની સહાય તેમજ કૃષિ

યાંત્રિકીકરણ યોજના હેઠળ રાતિયા ગામના મોરી કરણાભાઈ લખમણભાઈને રૂ. 85 હજાર અને

માધવપુર ગામના માધવલિયા કેતુભાઈ ઉકાભાઈને રૂ. 1 લાખથી વધુની સહાયના પેમેન્ટ ઓર્ડર

એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે નાયબ બાગાયત નિયામક કે.જે.

પંચાલે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન

ઓડેદરા, કલેક્ટર

એસ.ડી. ધાનાણી, જિલ્લા

વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, પ્રભારી મંત્રીના અંગત મદદનીશ જે.બી.

વદર, જિલ્લા

ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, મામલતદાર ભરત સંચાણીયા, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના વાઇસ

ચેરમેન મનુભાઈ ખૂંટી, ખેતીવાડી અધિકારી એચ.એ. ત્રિવેદી, સરપંચ જગાભાઈ રાતીયા સહિત મોટી

સંખ્યામાં ખેડૂતો, સ્થાનિક અગ્રણીઓ, નાગરિકો અને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા

હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande