સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો અને કોલેજોમાં 5 થી 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર
રાજકોટ, 30 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનો અને સંલગ્ન કોલેજોમાં આગામી ૫ થી ૨૫ નવેમ્બર સુધી દિપાવલી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે દિવાળી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી


રાજકોટ, 30 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનો અને સંલગ્ન કોલેજોમાં આગામી ૫ થી ૨૫ નવેમ્બર સુધી દિપાવલી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે દિવાળી વેકેશન જાહેર કર્યા બાદ યુનિવર્સિટી તંત્ર દ્વારા પણ આ અંગે આખરી નિર્ણય લઈને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, શૈક્ષણિક કાર્યની સાથે સાથે યુનિવર્સિટી કાર્યાલયમાં પણ રજાઓનું શિડ્યુલ નક્કી કરાયું છે. જે અંતર્ગત યુનિવર્સિટી કાર્યાલયમાં ૭ થી ૧૫ નવેમ્બર દરમિયાન રજા રહેશે. આ દિવસો દરમિયાન યુનિવર્સિટીના તમામ ભવનો અને વહીવટી કાર્યાલયમાં કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

અગાઉ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ૫ થી ૨૫ નવેમ્બર સુધીનું દિવાળી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું હતું. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ પોતાના શૈક્ષણિક કેલેન્ડરને તે મુજબ સુસંગત બનાવીને વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો માટે ૨૧ દિવસના વેકેશનની યોજના અમલી બનાવી છે.

દિવાળીના તહેવારોનું વેકેશન પૂર્ણ થયા બાદ ૨૬ નવેમ્બરથી શૈક્ષણિક ધમધમાટ પુનઃ શરૂ થશે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સાથોસાથ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો તેમજ સંલગ્ન કોલેજોમાં પણ ૨૬ નવેમ્બરથી જ બીજા શૈક્ષણિક સત્રનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande