
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરમાં દિવાળીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ગેરકાયદે હથિયારો સામે કાર્યવાહી કરી રહેલી પોરબંદર એસઓજીની ટીમે દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે બગવદર પોલીસ સ્ટેશનમાં હથિયારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ, પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.તે દરમિયાન મળેલી બાતમીના આધારે પાંડાવદર ગામની બિલડી સીમમાં શાળા પાછળના કાચા રસ્તા પરથી મુરૂ લાખાભાઈ ખુંટી (ઉં.વ. 37), રહે. બખરલા ગામની પાઉસીમ, માલદેવારીની બાજુમાં, પોરબંદરને ઝડપી લેવામાં આવ્યો હતો.પોલીસે તેની પાસેથી દેશી હાથ બનાવટની એક જામગરી બંદૂક, જેની કિંમત રૂ. 1,000 દર્શાવવામાં આવી છે, કબજે કરી હતી. આરોપી સામે અગાઉ વર્ષ 2007માં
બગવદર પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે બગવદર પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya