


Gujarat, 31 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ગેરકાયદે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે
પોલીસે કડક કાર્યવાહી હાથ
ધરી છે. જિલ્લામાં દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ
સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓ સામે PASA (ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓઅટકાવવાનો કાયદો) હેઠળ અટકાયતી
કાર્યવાહી કરવામાં આવી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમના આધારે ત્રણેય
આરોપીઓને અમદાવાદ અને વડોદરા જેલમાં મોકલી
આપવામાં આવ્યા છે.પોલીસની પ્રેસનોટ
મુજબ, રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અલગ-અલગ
ગુનાઓમાં વિદેશી દારૂની
હેરાફેરીના આરોપ સર કરણ ખીમાભાઈ કોડીયાતર
(ઉંમર 21, રહે. પાસ્તરગામ,
તા.
ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા)
અને દેવા જેઠાભાઈ
કોડીયાતર (ઉંમર 28, રહે. બોખીરાવિસ્તાર, પોરબંદર)
સામે PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કરણ કોડીયાતર સામેના ગુનામાં વિદેશી
દારૂની 804 બોટલ, જેની કિંમત રૂ. 5,49,600 હતી,
જ્યારે
દેવા કોડીયાતર સામેના ગુનામાં 1,295 બોટલ, જેની કિંમત રૂ. 2,65,240 હતી,
તેની હેરાફેરીનો આરોપ નોંધાયો હતો. નવીબંદર
મરીન પોલીસ સ્ટેશનમાં
નોંધાયેલા ગુનામાં વિદેશી દારૂની 25,560 બોટલ, જેની કિંમત રૂ. 1,00,30,872 હતી,
તેની
હેરાફેરીના આરોપસર વીરા હીરાભાઈ હૂણ (ઉંમર 39, રહે. રાણાવાવ નેસ, તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા) સામે પણ PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા (IPS) અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (IPS)ની સૂચના તથા રાણાવાવ વિભાગના ઇન્ચાર્જ
નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ
સી. સુતરિયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી
કરવામાં આવી હતી.રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ
ઇન્સ્પેક્ટર બી. જી.ડાંગર અને પોરબંદર LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. કાંબરિયાએ PASA હેઠળની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ
સમક્ષ મોકલી હતી. મંજૂરી મળતાં
ત્રણેય આરોપીઓને અટકાયતી વોરંટની બજવણી કરી
અમદાવાદ તથા વડોદરા જેલમાં મોકલવામાં
આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya