પોરબંદરની વિશાલ મેડિકલમાં થયેલ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પોરબંદર, 31 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિશાલ મેડિકલમાં થયેલી ચોરીનો ભેદ લોકલક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં ગયેલી રૂ. 8 હજારની રોકડ અને રૂ. 8 હજારની કિંમત
વિશાલ  મેડિકલમાં  ચોરીનો ગણતરીના  દિવસોમાં  ભેદ  ઉકેલાયો.


પોરબંદર, 31 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિશાલ મેડિકલમાં થયેલી ચોરીનો ભેદ લોકલક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં ગયેલી રૂ. 8 હજારની રોકડ અને રૂ. 8 હજારની કિંમતનો મોટોરોલા મોબાઇલ ફોન મળી કુલ રૂ. 16 હજારનો મુદ્દામાલ 100 ટકા રિકવર કર્યો છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તા.

25 ઓક્ટોબર, 2026ના રોજ પોરબંદરની જલારામ કોલોનીમાં રહેતા અને વિશાલ મેડિકલ નામની દુકાન ધરાવતા શૈલેશભાઈ મનુભાઈ દલસાણિયાએ ફરિયાદ નોંધાવી હતી.અજાણ્યા શખસોએ દુકાનના શટરની વચ્ચેથી પ્રવેશ કરી અંદર રાખેલી રૂ. 8 હજારની રોકડ તથા રૂ. 8 હજારની કિંમતનો મોટોરોલા કંપનીનો મોબાઇલ ફોન ચોરી કર્યો હતો. આ અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 305(એ), 331(4) અને 331(3) મુજબ

ગુનો નોંધવામાં આવ્યો હતો. ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા (IPS) તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (IPS) દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. કાંબરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ASI સલીમભાઈ પઠાણ, રણજિતસિંહ

દયાતરને મળેલી બાતમી તથા CCTV કેમેરાનાં ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોરબંદરના નવા એરપોર્ટ સામે આવેલી ઝૂંપડપટ્ટી પાસેથી શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસે આ ગુનામાં ભરત બાબુભાઈ પરમાર (25) અને કમલેશ ભીખાભાઈ પરમાર (34), બંને રહે. નવા એરપોર્ટ સામે નંદઆનંદ એપાર્ટમેન્ટ પાસેની ઝૂંપડપટ્ટી, પોરબંદર,ને

ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી રૂ. 8 હજારની

રોકડ અને મોટોરોલા કંપનીનો Moto G45 5G મોબાઇલફોન,

જેની

કિંમત રૂ. 8 હજાર છે, કબજે કરવામાં આવ્યો હતો.

આમ, પોલીસે કુલ રૂ. 16 હજારનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી માટે આરોપીઓને કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande