પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
પોરબંદર, 31 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળા–2026 અંતર્ગત પોરબંદરવાસીઓને સ્થાનિક ઉત્પાદનો, સ્વદેશી ચીજવસ્તુઓ અને ગુજરાતી લોકસંસ્કૃતિનો સંગમ માણવાની તક મળી રહી છે. મેળામાં ખરીદી અને સ્વદેશી
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.


પોરબંદર, 31 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળા–2026 અંતર્ગત

પોરબંદરવાસીઓને સ્થાનિક ઉત્પાદનો, સ્વદેશી ચીજવસ્તુઓ

અને ગુજરાતી લોકસંસ્કૃતિનો સંગમ માણવાની તક મળી રહી છે. મેળામાં ખરીદી અને સ્વદેશી

ઉત્પાદનોના પ્રદર્શનની સાથે નાગરિકોના મનોરંજન માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું

પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમોના ભાગરૂપે આગામી તા. 01 નવેમ્બર, 2026, રવિવારના રોજ સાંજે

રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં સાંજે 7:00 થી 7:15 કલાક દરમિયાન

તેજલબેન મારુ દ્વારા મિશ્ર રાસની પ્રસ્તુતિ કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 7:15 થી 8:30 કલાક દરમિયાન જાણીતા

લોકગાયક રાજુભાઈ બારોટ પોતાના લોકગીતોની પ્રસ્તુતિથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.

જ્યારે રાત્રે ૮:૩૦ કલાકથી હીરાભાઈ મકવાણા દ્વારા સંગીત કાર્યક્રમ રજૂ કરવામાં

આવશે.

આ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ગુજરાતી લોકસંગીત, પરંપરા અને કલા-સંસ્કૃતિને પ્રોત્સાહન

આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્વદેશી મેળાને વધુ આકર્ષક અને યાદગાર બનાવવા

માટે આયોજિત આ કાર્યક્રમોમાં નગરજનોને સંગીત અને લોકકલાની અનોખી મોજ માણવા મળશે.

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તમામ શહેરીજનોને પરિવાર સહિત સ્વદેશી મેળાની મુલાકાત

લેવા અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી કલાકારોનો ઉત્સાહ વધારવા આમંત્રણ

પાઠવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande