સોમનાથ મંદિરના સંકલ્પકર્તા સરદાર પટેલને જન્મજયંતિએ સોમનાથ ટ્રસ્ટની શ્રદ્ધાંજલી
સોમનાથ 31 ઓક્ટોબર (હિ.સ.) : અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના ભવ્ય પુનઃનિર્માણના સંકલ્પકર્તા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા સોમનાથ
સરદાર પટેલને જન્મજયંતિએ સોમનાથ ટ્રસ્ટની


સોમનાથ 31 ઓક્ટોબર (હિ.સ.) : અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના ભવ્ય પુનઃનિર્માણના સંકલ્પકર્તા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા સોમનાથ ખાતે સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શાસ્ત્રોક્ત શ્લોકોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રખર રાષ્ટ્રવાદી અને ઇતિહાસકાર કનૈયાલાલ મુનશીના શબ્દોમાં કહીએ તો જો સરદાર ન હોત તો આપણી આંખો સોમનાથનું પુનઃ નિર્માણ ન જોઈ શકી હોત. સરદાર સાહેબની અદમ્ય ઇચ્છાશક્તિ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને કારણે જ જ્યોતિર્લિંગ સોમનાથનું પુનઃસ્થાપન શક્ય બન્યું હતું ત્યારે, સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા સોમનાથ મહાદેવ સમક્ષ સંકલ્પ લઈને વિધિવત પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. આ સંકલ્પમાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સોમનાથની ધરોહરને જાળવી રાખવાના નિર્ધારનું સ્મરણ કરવામાં આવ્યું હતું.

આ સંપૂર્ણ કાર્યક્રમમાં ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા સરદાર પટેલને આદરાંજલિ અર્પણ કરેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande