વડાપ્રધાને એશિયન ગેમ્સમાં રજત પદક જીતવા બદલ, અંતિમ પંઘાલને અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હી, 04 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલા 53 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં રજત પદક જીતવા બદલ અંતિમ પંઘાલને અભિનંદન પાઠવ્યા. તેમણે અંતિમના પ્રદર્શનને શાનદાર અને અનુકરણીય ગણાવ્યું. વડાપ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિય
નમો


નવી દિલ્હી, 04 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલા 53 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં રજત પદક જીતવા બદલ અંતિમ પંઘાલને અભિનંદન પાઠવ્યા. તેમણે અંતિમના પ્રદર્શનને શાનદાર અને અનુકરણીય ગણાવ્યું.

વડાપ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે, અંતિમ પંઘાલે, મહિલા 53 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. તેમણે અંતિમને ભવિષ્યની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી અને આશા વ્યક્ત કરી કે, તે દેશ માટે વધુ ગૌરવ પ્રાપ્ત કરવાની સાથે અન્ય ખેલાડીઓને પણ પ્રેરિત કરશે.

વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે, એશિયન ગેમ્સમાં અંતિમ પંઘાલનું રજત પદક જીતવું ખરેખર અનુકરણીય છે! મહિલા 53 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં શાનદાર પ્રદર્શન બદલ તેમને અભિનંદન. તેઓ ભવિષ્યમાં પણ દેશ માટે ગૌરવ પ્રાપ્ત કરતા રહે અને અન્ય ખેલાડીઓને પ્રેરિત કરે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande